શરમજનક:કલોલના શહીદ સ્મારકને લોકોએ જાહેર મુતરડી બનાવી દીધું,જુઓ ફોટો

શરમજનક:કલોલના શહીદ સ્મારકને લોકોએ જાહેર મુતરડી બનાવી દીધું,જુઓ ફોટો

Share On

કલોલના શહીદ સ્મારકની જર્જરિત હાલત

કલોલમાં ટાવર નજીક આવેલ શાહિદ સ્મારકની હાલત ખસ્તાહાલ થઇ ગઈ છે. ગાંધીજીની પ્રતિમાની પાસે આવેલ આ સ્મારકની  જાળવણીના અભાવે દુર્દશા થઇ ગઈ છે. મહાગુજરાતની સિદ્ધિ અર્થે વીર શહીદોની યાદમાં બનાવેલા સ્મારક પ્રત્યે ઘોર બેદરકારી દાખવી સ્થાનિકો દ્વારા લઘુશંકા કરીને શહીદોનું હડહડતું અપમાન કરાયું હોવાનાં દ્રશ્યો સામે આવ્યા છે.

કલોલ શહેર ભાજપ સંગઠન કાર્યકરોને આજે 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પિત કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત થવા જણાવ્યું હતું. શહેરના ટાવર ચોક વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે સવારે 9:30 વાગ્યાના અરસામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પિત કરી હતી.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

જોકે કાર્યક્રમ સ્થળથી માત્ર ૨૫થી ૩૦ ફૂટ દૂર આવેલા શહીદ સ્મારકની હાલત ટાઈટ થઇ ગઈ છે. અહીં નકરી ગંદકી તેમજ લોકો લઘુશંકા કરવા માટે આવે છે. આ સંજોગોમાં સત્તાપક્ષ દ્વારા નજર નાંખીને પાલિકાનું ધ્યાન દોરી આ સ્થળની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ લોકોએ કરી છે.

સત્ય અહિંસા અને સ્વચ્છતાના પુજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે જ આ વીર શહીદોનાં સ્મારકની ઘોર ઉપેક્ષા કરવામાં કરવામાં આવી હતી. આ સ્મારક હાલમાં ગંદકીથી ખદબદી રહ્યું છે, જેની સફાઈ નહોતી કરાઈ કે શહીદોને યાદ પણ કરવામાં આવ્યા ન હતા.

કલોલ સમાચાર