કલોલ : માંડ 5 વર્ષ પુરા કરનારા સિંદબાદ બ્રિજ નીચેનો સ્લેબ ડેમેજ થયો 

કલોલ : માંડ 5 વર્ષ પુરા કરનારા સિંદબાદ બ્રિજ નીચેનો સ્લેબ ડેમેજ થયો 

Share On

કલોલ : માંડ 5 વર્ષ પુરા કરનારા સિંદબાદ બ્રિજ નીચેનો સ્લેબ ડેમેજ થયો

 

  • કલોલના સિંદબાદ બ્રિજમાં હાટકેશ્વર બ્રિજ જેવું જ હલકું મટીરીયલ અજય એન્જિ. ઇન્ફ્રા. પ્રા.લી એ વાપર્યું ?
  • કલોલ : માંડ 5 વર્ષ પુરા કરનારા સિંદબાદ બ્રિજ નીચેનો સ્લેબ ડેમેજ થયો
  • કલોલમાં મોટી દુર્ઘટના સર્જાય તે અગાઉ કોન્ટ્રકટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને બ્રિજનું ઈન્પેકશન કરશે સરકાર તે મોટો સવાલ ?

Story By Prashant Leuva 

કલોલ : તમને અમદાવાદનો 42 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ તો યાદ હશે ને ? જેને હવે તોડી પાડવામાં આવશે. આ હાટકેશ્વર બ્રિજનું નિર્માણ કરનારી કંપની હતી અજય એન્જિ. ઇન્ફ્રા. પ્રાઇવેટ લિમિટેડ. આ બ્રિજ બનાવવામાં કંપનીએ હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા ડેમેજ થઇ ગયો છે.


હવે અજય એન્જિ. ઇન્ફ્રા. પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ 2019માં કલોલનો સિંદબાદ બ્રિજ પણ બનાવ્યો હતો. સિંદબાદ બ્રિજ કુલ 68 કરોડનાં ખર્ચે બન્યો છે.  બ્રિજનું નિર્માણ થયે પાંચ વર્ષ કરતા વધુ સમય થયો નથી. મુદ્દાની વાત હવે આવે છે. કલોલના સિંદબાદ બ્રિજ નીચેનો એક સ્લેબ ડેમેજ થઇ ગયો છે.  બ્રિજ નીચે સ્લેબનો પોપડો ઉખડી ગયો છે. સળિયા દેખાઈ રહ્યા છે. ફક્ત પાંચ વર્ષના ગાળામાં સરકાર અને કોન્ટ્રાકટરની બેદરકારી છતી થઇ છે. જોકે તેનું સમારકામ ચાલુ કરી દેવાયું છે.

Video Link : https://www.facebook.com/share/v/18U9mXH5ER/

બ્રિજ નીચે દૈનિક હજારો લોકો પસાર થાય છે. શાક માર્કેટ ભરાતું હોવાથી સેંકડો લોકો ખરીદી માટે આવે છે. મોટી સંખ્યામાં વાહનો પાર્ક થતા હોય છે. આ તો એક જ સ્લેબ ડેમેજ થયો હોવાનું સામે આવ્યું છે પરંતુ સમગ્ર બ્રિજ પર અન્ય સ્લેબ પણ ડેમેજ થયા હોય તેની શક્યતા નકારી શકાતી નથી.

હાટકેશ્વર બ્રિજમાં ધોળકું ઘોરનાર અજય એન્જિ. ઇન્ફ્રા. પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સિંદબાદ બ્રિજમાં પણ ગોબાચારી કરાઈ હોય તેવી શક્યતા રહેલી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી રોડ-રસ્તાના બાંધકામમાં ઘાલમેલ કરનારા કોન્ટ્રકટરોને અવાર નવાર ચીમકી આપતા હોય છે પણ તેઓ અમલવારી કરતા લાગતા નથી. કલોલને કોઈ મોટી દુર્ઘટનાથી બચાવવું હોય તો કોન્ટ્રકટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને સરકાર દ્વારા સમગ્ર સિંદબાદ બ્રિજનું ઈન્પેકશન કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

કલોલ સમાચાર