કલોલમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ ભરેલી કાર ઝડપી પાડી

કલોલમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ ભરેલી કાર ઝડપી પાડી

Share On

કલોલમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ ભરેલી કાર ઝડપી પાડી


કલોલ પંથકમાં દારૂની હેરફેર ઘણી જ વધી ગઈ છે. કલોલ પોલીસને સાઈડમાં રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલે હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી લીધી હતી. બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવતા હાઇવે પર એક કાર આવી હતી.  આ કારની પોલીસે તપાસ હાથ ધરતા વિદેશી દારૃ ની જુદી જુદી જાતની 833 બોટલ મળી હતી. આ દારૂની કુલ કિંમત 83,000 રૂપિયા જેટલી હતી.

 

પોલીસે કારમાં રહેલા દિનેશજી બાબુજી ઠાકોર રહે ઉગમણો વાસ મુ.થરા તા. કાંકરેજ ની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસે જથ્થો ભરી આપનાર બકાજી અને ફરાર થઈ ગયેલા પ્રેમજીજી સામે ગુનો દાખલ કર્યો હતો તેમજ કાર અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી લીધો હતો.

જાણવા જેવું : કલોલ રેલવે સ્ટેશનને જંકશન કેમ કહેવામાં આવે છે ? 

કલોલ સમાચાર