કલોલ નગરપાલિકામાં કારોબારી બેઠક ફરી મુલતવી રખાતા અનેક તર્ક વિતર્ક

કલોલ નગરપાલિકામાં કારોબારી બેઠક ફરી મુલતવી રખાતા અનેક તર્ક વિતર્ક

Share On

કલોલ નગરપાલિકામાં કારોબારી બેઠક ફરી મુલતવી રખાતા અનેક તર્ક વિતર્ક

BY પ્રશાંત લેઉવા

  • પ્રજાકીય કામો ના થતા હોય તો શાસન બીજા કોઈને સોંપીને ઘરે બેસી જવા ચૂંટાયેલી પાંખને પ્રજાની સલાહ

 

  • આગામી ચૂંટણીમાં ભાજપ કયા મોઢે મત માંગવા જશે ?

કલોલ : કલોલ નગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદોમાં રહી છે. કારોબારી બેઠક અગાઉ રાખવામાં આવી હતી ત્યારબાદ તેને મુલતવી રાખવામાં આવી હતી. આ બાદ લાંફા કાંડ થતા કલોલ નગરપાલિકા માટે નીચાજોણું થયું હતું. હવે મંગળવારના રોજ કારોબારી બેઠક બોલાવવામાં આવી હતી પરંતુ અગમ્ય કારણોસર તેને પણ રદ કરી દેવાઇ હતી.


નગરપાલિકામાં બોલાવેલ કારોબારી બેઠક થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકોમાં થઈ રહેલી ચર્ચા અનુસાર હજુ સુધી કમિશન કોણે લીધું તે નક્કી ન થયું હોવાથી કારોબારી બેઠક રદ કરાઇ હોવાનો ગણગણાટ પણ વ્યાપ્યો છે.

 

આ અગાઉ કારોબારીની બેઠક બોલાવીને શહેરમાં વિકાસ કામોની મંજૂરી આપવા માટેની માંગણી કલોલના નગરસેવકે કરી હતી. ભાજપના નગરસેવકે માંગ કરીને વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવે તો પ્રજાને રાહત પહોંચે તેવી લાગણી દર્શાવી હતી. જો કે હવે ફરીથી કારોબારી બેઠક રદ કરવામાં આવતા વિકાસ કાર્યો અભેરાઈ પર ચડી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ પ્રજામાં ચર્ચાએ જોર પકડ્યું છે કે કલોલ નગરપાલિકાની ચૂંટાયેલી પાંખ દ્વારા પ્રજાકીય કામો ના થતા હોય તો શાસન બીજા કોઈને સોંપીને ઘરે બેસી જવું જોઈએ.

આ પણ વાંચો

કલોલમાં ધારાસભ્ય ભાજપનાં હોય કે કોંગ્રેસનાં નગરપાલિકામાં કાયમ રાજકીય અસ્થિરતા

કલોલ નગરપાલિકામાં કાળો દિવસ, રિટેન્ડરિંગનો વિવાદ મારામારી સુધી પહોંચ્યો

 

કલોલ સમાચાર