કલોલ ખાતે ગાયમાં શંકાસ્પદ લમ્પી વાયરસ દેખાયો,જાણો સમગ્ર ઘટના

કલોલ ખાતે ગાયમાં શંકાસ્પદ લમ્પી વાયરસ દેખાયો,જાણો સમગ્ર ઘટના

Share On

કલોલ ખાતે ગાયમાં શંકાસ્પદ લમ્પી વાયરસ દેખાયો

કલોલમાં એક ગાયમાં હાહાકાર મચાવતો લમ્પી વાયરસ જોવા મળ્યો હતો. જેને લીધે ગાયને સારવાર માટે ખસેડાઇ હતી. આ રોગના વાઈરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે, ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે

કલોલના રેલવે પૂર્વમાં આવેલ શક્તિ સોસાયટી નજીક એક ગાય શંકાસ્પદ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. આથી સારવાર માટેપશુ દવાખાને ખસેડવાની જરૂરીયાત ઉભી થઇ હતી. કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરના ધ્યાને આ વાત આવતા નગરપાલિકાના વાહન શાખાના ઇન્ચાર્જ અને સેનેટરી ઇન્સ્પેકટર તેમજ ટિમ દ્વારા ગાયને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પશુ ચિકિત્સક દ્વારા ગાયની સારવાર કરાઈ હતું.

કલોલ નગરપાલિકામાં વિરોધનો વંટોળ : વધુ બે ચેરમેનોના રાજીનામાં પડ્યા

એક વિચિત્ર રોગના કારણે ગાયના ટપોટપ મોત થઇ રહ્યા છે. તપાસ કરતા જાણવા મળ્યું કે આ રોગનું નામ લમ્પી સ્કિન ડિસિઝ છે. આ એક પ્રકારનો ચેપી રોગ છે જે માત્ર ગાયમાં જ જોવા મળે છે. આ રોગ કેપ્રીપોક્ષ નામના વાઇરસથી થાય છે. જે વાઇરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જુ તથા ઇતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર