વાહ ! કલોલમાં તલાટી ઉમેદવારોને રહેવા જમવાની નિશુલ્ક સુવિધા પૂરી પડાઈ
કલોલમાં તલાટી ની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે વિનામુલ્યો રહેવા જમવાની સુવિધા કરવામાં આવી હતી. શહેરના અંબિકા હાઇવે પર આવેલ પ્રણવ આશ્રમ ખાતે ઉમેદવારોને ઉતારો આપવામાં આવ્યો હતો. પ્રણવ આશ્રમ ખાતે પરીક્ષા આપનાર ઉમેદવારોને રાત્રી રોકાણ, પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા તેમજ જમવાની ઉત્તમ સગવડ કરવામાં આવી હતી.
કલોલમાં રહેતા સામાજિક કાર્યકરો મનુભાઈ વાણિયા,મિશાલ પરમાર,વિપુલ રોહિત સહીતના લોકોએ ઉમેદવારો માટે ખાસ તૈયારી કરી હતી. સેવા કરવામાંમાં કોઈ નાત નાત કે ધર્મ જોવાતો હોતો નથી તેનું ઉત્તમ ઉદાહરણ કલોલ પૂર્વના યુવાનોએ પુરુ પાડ્યું છે. જુનીયર ક્લાર્કની પરીક્ષા માટે કલોલમાં દુર દુરથી આવતા ઉમેદવારો માટે પણ આ સંસ્થાએ કામગીરી હાથ ધરી હતી તેમજ તલાટી માટે પણ જહેમત કરીને ઉમેદવારોને સારી રીતે પરીક્ષા આપી શકે તે માટે સેવાકેમ્પ યોજ્યો હતો.