ચીફ ઓફિસરે પત્રકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી,વાંચો ઇનસાઇડ સ્ટોરી

ચીફ ઓફિસરે પત્રકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી,વાંચો ઇનસાઇડ સ્ટોરી

Share On

કલોલ નગરપાલિકા ખાતે ખાનગી ચેનલના પત્રકાર અને ચીફ ઓફિસર વચ્ચે ઘર્ષણનો વિડીયો સામે આવ્યો છે. બંને પક્ષો તરફથી એકબીજા વિરુદ્ધ કાદવ ઉછાળ પ્રવુતિ જોવા મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ પોલીસ સ્ટેશનમાં ચીફ ઓફિસરે પત્રકાર હાર્દિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ પત્રકારે પોલીસે તેની ફરિયાદ નો અસ્વીકાર કરીને માત્ર અરજી લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો.

પત્રકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ચીફ ઓફિસરે નીતિન બોડાટે આક્ષેપ કર્યો હતો કે હાર્દિક પ્રજાપતિ અને કેમેરામેન પ્રવીણ નાઈએ તેઓને જાતિવિષયક શબ્દો બોલીને અપમાનિત કર્યા હતા. જેને આધારે હવે પત્રકાર વિરુદ્ધ એટ્રોસિટી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

ઘટનાનો વિડીયો જુવો 

 

શું છે હકીકત ??  

કલોલમાં ચીફ ઓફિસર નીતિન બોડાતની દાદાગીરી સામે આવી છે. કલોલના ચીફ ઓફિસરે એક પત્રકારનું માઈક તોડી નાખ્યું હતું. જેનો વિડીયો પણ સામે આવ્યો છે. આ પત્રકારે સવાલ પૂછતાં ચીફ ઓફિસર ઉશ્કેરાઈ ગયા હતા અને પત્રકારનું માઈક તોડી નાખ્યું હતું. બોર્ડ મિટિંગમાં પત્રકારને પ્રવેશ મામલે આ સંઘર્ષ થયો હોવાનું સામે આવ્યું છે.

ચીફ ઓફિસરે શું સ્પષ્ટતા કરી ?

કથિત રીતે પત્રકારનો માઈક તોડવા ની જે ઘટના સામે આવી છે તેમાં હવે નવો વળાંક આપ્યો છે. કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર નિતીન બોડા તે પણ પોતાનો વિડીયો બહાર પાડીને મોટા આક્ષેપ કર્યા છે. તેઓએ પોતાના વીડિયોમાં સ્પષ્ટતા કરી હતી કેવા સંજોગોમાં આ સ્થિતિનું નિર્માણ થયું.

 

તેઓએ જણાવ્યું હતું કે વધે તે પત્રકાર ના નામે ફરતા લોકો પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે પરમિશન વગર કોઈ પણ સ્થાને અધિકારીની ચેમ્બરમાં ઘૂસી જાય છે. તેઓએ અસભ્ય વર્તન કરવાની પણ ના પાડી હતી.  તેઓએ આક્ષેપ કર્યો હતો કે આ કહેવાતા પત્રકારે તેમની સાથે ત્રણ વખત આવું બેહુદુ વર્તન કર્યું હતું.

કલોલમાં અકસ્માત થયેલ ગાડીમાંથી લોકોએ વિદેશી દારૂ લૂંટ્યો  

 

કલોલ સમાચાર