કલોલ કોર્ટે પોકસોના આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

કલોલ કોર્ટે પોકસોના આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

Share On

કલોલ કોર્ટે પોકસોના આરોપીઓને ગુનેગાર ઠેરવી સજા ફટકારી છે. સાત વર્ષ અગાઉ નાગરી ભાગોળથી સગીરાનું અપહરણ કરનારા ભરતજી સુડાજી ઠાકોર અને દશરથજી રમેશજી ઠાકોરને 20 વર્ષની સખત કેદ અને વીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

સમાજમાં દિન પ્રતિદિન બાળકીઓ પર ગંભીર ગુના વધી રહ્યા છે ત્યારે દાખલો બેસે તે હેતુસર કલોલ કોર્ટે પોકસોના આરોપીઓને કડક સજા ફટકારી હતી. વર્ષ 2015માં એક સગીરાનું અપહરણ કરી સગીર પર દુષ્કર્મ આચરનાર બે આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. 

કોર્ટે આરોપી દશરથજી ઠાકોરને આઇપીસી 376 હેઠળ પાંચ વર્ષની સખત કેદ અને રૂ.2000 દંડ, આઇપીસી 373(3) મુજબ વીસ વર્ષની સખત કેદ અને રૂ.20,000 દંડ તેમજ પોકસો કાયદા હેઠળ વીસ વર્ષની સખત કેદ અને 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.કેસના બીજા આરોપી ભરતજી સુડાજી ઠાકોરને આઇપીસી 376 હેઠળ પાંચ વર્ષની સખત કેદ અને રૂ.2000 દંડ, આઇપીસી 366 હેઠળ પાંચ વર્ષની સખત કેદ અને રૂ.2000 દંડ,આઇપીસી 376(3) મુજબ વીસ વર્ષની કેદ અને 20,000 રૂપિયા દંડ તેમજ પોકસો કાયદાની કલમ 4(2)મુજબ વીસ વર્ષની સખત કેદ અને રૂ.20,000નો દંડ ફટકાર્યો હતો.આરોપીઓ દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદ સજા કોર્ટે ફરમાવી હતી.

 

કલોલ સમાચાર