નારદીપુર-મોખાસણ માર્ગ તૂટી જતા વાહન ચાલકોને ભારે હાલાકી
કલોલ તાલુકાના નારદીપુર અને મોખાસણ ગામને જોડતો રસ્તો ઉબડ ખાબડ થઇ જતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી આ રસ્તાનું સમારકામ કરવામાં ન આવ્યું હોવાથી મસમોટા ખાડા પડી ગયા છે. ઠેર ઠેર રસ્તો તૂટી જતા અકસ્માત થવાનો ખતરો પણ રહેલ છે. જેથી તાકીદે આ રસ્તો નવો બનાવાય તેવી લોકોએ માંગ કરી છે.
. નારદીપુર-મોખાસણ વચ્ચેનો રસ્તો પણ સાવ તૂટી ગયો છે, જેને કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડ પર ઠેર ઠેર ડામર ઉખડીને ખાડા પડ્યા છે, તો અમુક જગ્યાએ તો રસ્તો સાવ તૂટીને જમીન દેખાઈ રહી છે. ભયજનક ખાડાને કારણે અકસ્માત થવાનો ખતરો પણ ઉભો થયો છે. નારદીપુર થી મોખાસણ થઇને પાનસર નીકળતો આ રસ્તો રાજ્ય ધોરીમાર્ગને જોડે છે. છત્રાલ જીઆઇડીસીમાં નોકરી-ધંધા અર્થે જતા લોકો દૈનિક આ રસ્તે અપડાઉન કરતા હોય છે. મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોવાથી ઝડપથી આ રસ્તો નવો બનાવવા માંગ ઉઠી છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો