યુએસ-કેનેડા બોર્ડર પર મૃત્યુ પામેલપરિવાર કલોલનો
ગુજરાતીઓમાં અમેરિકા જવાનું સૌથી મોટું આકર્ષણ છે.જોકે અમેરિકા-કેનેડા બોર્ડર પર દિલને હચમચાવી મૂકે તેવો બનાવ બન્યો છે. કેનેડાથી અમેરિકામાં પ્રવેશવાનો પ્રયત્ન કરનાર એક પટેલ પરિવારનું અસહ્ય ઠંડીથી મૃત્યુ થયું હોવાની વિગતો સામે આવી છે. આ પરિવાર કલોલનો હોવાનો આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
19 જાન્યુઆરીના રોજ, યુએસ-કેનેડા સરહદ નજીક મિનેસોટા રાજ્યમાં યુએસ અધિકારીઓએ ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશ કરી રહેલા લોકોના એક જૂથની અટકાયત કરી હતી અને તેમાંથી ચાર લોકો તીવ્ર ઠંડીને કારણે મૃત્યુ પામ્યા હતા.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મેનિટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ જણાવ્યું કે બુધવારે દક્ષિણ મધ્ય મેનિટોબામાં ઇમર્સન વિસ્તાર નજીક યુએસ/કેનેડા સરહદ નજીક ચાર લોકોના મૃતદેહ – બે પુખ્ત, એક કિશોર અને એક શિશુના જોવા મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે પરિવાર ગુજરાતી હતો અને ભારે ઠંડીના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી કલોલ સમાચાર ઓનલાઇન એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

ગેરકાયદે ઘૂસણખોરી કરનારા તમામ ભારતીય નાગરિકો હોવાનું મનાઈ રહ્યું છે. તમામ માર્યા ગયેલા પીડિતોનું પોસ્ટમોર્ટમ 24 જાન્યુઆરીએ કરવામાં આવશે. તે જ સમયે યુએસએ તમામ સાત લોકોની ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાના આરોપના આધારે અટકાયત કરી છે. જેમાં એક અમેરિકી નાગરિકનો પણ સમાવેશ થાય છે.
આ અકસ્માત બાદ એક્શનમાં આવેલા વહીવટીતંત્રે કેનેડામાં ભારતીય દૂતાવાસ દ્વારા એક ટીમ મેનિટોબા મોકલી હતી. જે સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન કરી રહી છે અને મૃતકો અને તેમના પરિવારોને કોઈપણ પ્રકારની કોન્સ્યુલર સહાય પૂરી પાડવા માટે સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.

1 thought on “યુએસ-કેનેડા બોર્ડર પર મૃત્યુ પામેલ પટેલ પરિવાર કલોલનો હોવાની આશંકા”