કલોલના નંદા ઓટોમોબાઇલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

 કલોલના નંદા ઓટોમોબાઇલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

Share On

 કલોલના નંદા ઓટોમોબાઇલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

કલોલના હાઇવે વિસ્તારમાં આવેલ નંદા ઓટોમોબાઇલમાં થોડા દિવસ અગાઉ રાત્રિના સમયે ચડ્ડી બનીયાન ધારી ગેંગ રાખી હતી. ચડ્ડી  બનિયાનધારી ગેંગે સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી મારામારી કરીને શોરૂમમાંથી રોકડ અને ચાંદીની વસ્તુઓ મળી કુલ 6.31 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે ત્રણ વર્ષથી નાસતા ફરતા ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી લઈ કુલ 13 જેટલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો.

ચોરીની ઘટનાને કારણે ગાંધીનગર જિલ્લા એસપી દ્વારા ચોર ટોળકીને ઝડપી લેવા માટે સૂચના આપવામાં આવી હતી. જેને પગલે ગાંધીનગર એલસીબી દ્વારા ચડ્ડી બનિયાનધારી ટોળકીને શોધી કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

એલસીબીની ટીમ કલોલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે દાહોદ જિલ્લાની ચડ્ડી બનિયાનધારી ગેંગના મુખ્ય સૂત્રધાર રામસિંગ નરસિંહભાઈ પલાસ કલોલના માણસા ઓવરબ્રિજના છેડે ઉભો છે. તેની આંખો માંજરી છે અને શરીરે ટ્રાઉઝર પેન્ટ અને ચોકડી શર્ટ પહેરેલો છે. જેથી એલસીબીની ટીમે પહોંચી વિસ્તાર કોર્ડન કરી દીધો હતો. બાતમીમાં કરાયેલ વર્ણન કરાયેલ શખ્સ આવતા જ તેને ઝડપી લીધો હતો.

કલોલ સમાચાર