
કટોસણ :મહિલા 22,000 રૂપિયાનો દારૂ લઈને આવી
કલોલમાં પુરુષની સાથે સાથે મહિલાઓ પણ દારૂ વેચવાનો ધંધો કરી રહી છે. કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ એક અનોખો કિસ્સો નોંધાયો છે. સઈજમાં રહેતી મહિલા પોતાના પુત્રના કહેવાથી કટોસણ દારૂ લેવા ગઈ હતી જોકે કલોલ આવતી વખતે પકડાઈ ગઈ હતી.

ઘટનાની વિગત અનુસાર સઇજમાં રહેતા ભાવેશ ઠાકોરે પોતાની માતાને દારૂ લેવા કટોસણ મોકલી હતી, અહીં એક વ્યક્તિએ તેને રીક્ષામાં દારૂ ભરી આપ્યો હતો. દારૂ ભરી પરત આવતા હતા ત્યારે કલોલ પોલીસ ગુરુકુળ નજીક પેટ્રોલિંગમાં હતી. તેમને બાતમી મળી હતી કે એક રીક્ષા દારૂ ભરી સઇજ તરફ આવી રહી છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી.

પોલીસે જેવી રીક્ષા આવી તેવી જ રોકી લીધી હતી. પોલીસે અંદર બેઠેલા રીક્ષાચાલક તેમજ મહિલાને નીચે ઉતારી પુછપરછ કરી હતી ત્યારબાદ રીક્ષામાંથી 22 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે રીક્ષા,દારૂ અને મોબાઈલો મળી આશરે 60 હજારનો માલસામાન જપ્ત કરી ચાર લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આમ કટોસણથી છેક કલોલ સુધી દારૂ ભરેલ રીક્ષા આવી હોવા છતાં કોઈને દારૂની ગંધ પણ નહોતી આવી.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી કલોલ સમાચાર ઓનલાઇન એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
1 thought on “કટોસણથી કલોલ સુધી મહિલા રૂ.22,000નો દારૂ લઈને આવી,આખરે ક્યાં પકડાઈ ?”