વાહ રે વાહ ! થોળનાં તલાટીને ખબર જ નથી કે ગામતળની જમીન સરકારી છે કે ખાનગી

વાહ રે વાહ ! થોળનાં તલાટીને ખબર જ નથી કે ગામતળની જમીન સરકારી છે કે ખાનગી

Share On

વાહ રે વાહ ! થોળનાં તલાટીને ખબર જ નથી કે ગામતળની જમીન સરકારી છે કે ખાનગી

  • મહેસાણા જિલ્લાના કડી તાલુકાની થોળ ગ્રામ પંચાયતની ગામતળની જમીનમાં ગેરકાયદેસર કબજો કરી બિનઅધિકૃત બાંધકામ તાત્કાલિક દૂર કરવા અંગે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને ફરિયાદ કરાઈ
  •  તલાટી લેખિતમાં કહે છે કે સાધનિક કાગળો અત્રેની કચેરીએ આઢળ થયેલ નથી

 

કડી : મહેસાણા જિલ્લાના કડી તાલુકાની થોળ ગ્રામ પંચાયતની ગામતળની જમીનમાં ગેરકાયદેસર કબજો કરી  બિનઅધિકૃત બાંધકામ તાત્કાલિક દૂર કરવા અંગે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે. તલાટી લેખિતમાં કહે છે કે સાધનિક કાગળો અત્રેની કચેરીએ આઢળ થયેલ નથી.

આ ઘટનાની હકીકત એવી છે કે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોળ ગામના રોહિત કુમાર નટવરલાલ પટેલે પોતાની માલિકીની જમીનમાં બાંધકામ કરતા હતા તે સમયે  ગામના જ અન્ય ચાર ઈસમોએ  ગ્રામ પંચાયતની જમીનમાં ગેરકાયદેસર કબજો કરી બિન અધિકૃત બાંધકામ કરેલ છે.


ચાર વ્યક્તિઓએ દોઢ માસ અગાઉ ગેરકાયદેસર કબજો કરવાના બદઇરાદે તેમના વાડા નંબર  3/1/7 ટેબાવાળોવાસની પૂર્વ દિશા બાજુ 120 ફૂટ x  60 ફૂટની જમીનની ફરતે ચારે જણાએ ચાર મકાન બનાવવાના આશયથી  ચાર અલગ અલગ પ્લોટ બનાવી તેમાં પાકી ઓરડીઓ બનાવી દીધી હતી જેને પગલે અરજદારે થોળ ગ્રામ પંચાયતમાં 4 ડિસેમ્બર 2024ના રોજ આ બાબતની અરજી આપીને બાંધકામ રોકાવા માટે રજૂઆત કરી હતી તેમ છતાં આ ચાર ઈસમોએ દિવાલ કરી જમીન કબજે કરી દીધી હતી. આ ચારે બિન પરવાનગી ગેરકાયદેસરનું બાંધકામ કરી પંચાયતની જમીનમાં દબાણ ઊભું કરેલ હતું.

જેને પગલે અરજદારે થોળ ગ્રામ પંચાયતમાં આ વિવાદાસ્પદ જમીન સરકારી માલિકીની છે કે ખાનગી માલિકીની તે જાણવા માટે અરજી કરી હતી. જેના જવાબમાં તલાટીએ લેખિતમાં જણાવ્યું હતું કે લાગુ પડતા સાધનિક કાગળો અત્રેની કચેરીએ આઢળ થયેલ નથી. આમ ગુજરાત સરકાર જે સુશાસનની વાત કરે છે,  પારદર્શક શાસન અને વહીવટની વાત કરે છે તેનો ફુગ્ગો ફૂટી ગયો છે. ખુદ તલાટી પાસે જ ગામની જમીન સરકારી છે કે ખાનગી તેનો જ જવાબ નથી તેનાથી મોટી અચરજની વાત બીજી શું હોઈ શકે છે.

 

આ જમીન સરકારી છે કે ખાનગી તે નક્કી નહીં થઇ શકતા અરજદારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાની થોળ ગ્રામ પંચાયતની ગામતળની જમીનમાં ગેરકાયદેસર કબજો કરી  બિનઅધિકૃત બાંધકામ તાત્કાલિક દૂર કરવા અંગે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે. તેમજ દબાણકારોના ખર્ચે દબાણ દૂર કરી પંચાયતની જમીન ખુલ્લી કરાવવી તેમજ તેઓ 30 દિવસની અંદર આ ગેરકાયદેસર બાંધકામવાળું દબાણ સ્વેચ્છાએ ખુલ્લું કરવામાં આનાકાની કરે તો તેમની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 અનન્વયે ગુનો દાખલ કરી તેમને સજા અને દંડ ફટકારવાની પણ માંગ કરી છે.

ગુજરાત સમાચાર