કલોલ પૂર્વમાં નજીવી બાબતે મારામારી થતા ત્રણ ઘાયલ 

કલોલ પૂર્વમાં નજીવી બાબતે મારામારી થતા ત્રણ ઘાયલ 

Share On

કલોલ પૂર્વમાં નજીવી બાબતે મારામારી થતા ત્રણ ઘાયલ

કલોલ પૂર્વ વિસ્તારમાં મારામારીના બનાવો વધી રહ્યા છે. પૂર્વમાં આવેલ એક સોસાયટીમાં સામે જોવા બાબતે મારામારી થઇ હતી જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મારામારીમાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત પણ થયા છે.
મારામારીમાં ઇહાં થયેલ શખ્સોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, બનાવની વિગત અનુસાર ફરિયાદી રમેશભાઈ પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે ત્યાં આવીને દિનેશભાઈએ કહ્યું હતું કે મારા સામે કેમ જોઈ રહ્યા છો. આટલું કહીને બોલાચાલી થઇ હતી. બીજી તરફ અન્ય એક વ્યક્તિ વિજય ભાઈ દિનેશભાઇનો પક્ષ લઈ દોડી આવ્યા હતા અને બંનેએ રમેશભાઈને માર માર્યો હતો.
જેથી રમેશભાઈને બચાવવા તેમના જમાઈ અને ભત્રીજો દોડી ગયા હતા. તેમને પણ આ શખ્સોએ માર માર્યો હતો. જેને લઈને રમેશભાઈએ દિનેશભાઇ અને વિજયભાઈ પર ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે ફરિયાદ લઇ આગામી કાર્યવાહી હાથ ધરી છે.
 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર