તસ્કરોથી કલોલની જનતા ત્રાહિમામ : એક રાતમાં જ ત્રણ તાળા તૂટ્યા 

તસ્કરોથી કલોલની જનતા ત્રાહિમામ : એક રાતમાં જ ત્રણ તાળા તૂટ્યા 

Share On

MD Auto World

 એક રાતમાં જ ત્રણ તાળા તૂટ્યા

કલોલમાં લોકો તસ્કરોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોઈ સારા નરસા પ્રસંગે હવે લોકો રાત્રે બહાર જતા પણ ગભરાય છે. કલોલમાં ચોરો બેફામ બનતા લોકોની ઊંઘ ખરાબ થઇ ગઈ છે. આ સંજોગોમાં પોલીસ શાંતિથી સુઈ રહી હોય તેવો માહોલ સર્જાયો છે. શહેરમાં એક પછી એક મકાનો અને દુકાનોના તાળા તૂટતાં લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
કલોલમાં આવેલ બોરીસણા રોડ પર તસ્કરો ત્રાટક્યા હતા, અહીં આવેલ ત્રણ દુકાનોમાં ચોરોએ ઘુસીને ભાગી ગયા હતા. ઘટનાની વિગતો અનુસાર બોરીસણા રોડ પર આવેલ પેટ્રોલ પંપની સામેની દુકાનોમાં ચોરો ચોરીના ઇરાદે ઘુસ્યા હતા. પરમેશ્વર શોપિંગ સેન્ટર તસ્કરોએ શિવ કેમિસ્ટ,આયર્ન ફેશન અને બાલાજી પાર્લર નામની દુકાનોમાં ઘુસ્યા હતા.

દુકાનના માલિકોના જણાવ્યા અનુસાર બાલાજી શિવ કેમિસ્ટમાંથી 1200 રૂપિયા રોકડા અને એક મોબાઈલ, આયર્ન ફેશનમાંથી 6 હજાર રૂપિયા,1200ની પરચુરણ અને ટી શર્ટની ચોરી કરી હતી. આ ઉપરાંત બાલાજી પાર્લરમાંથી તસ્કરોએ 1500 રૂપિયા ઉઠાવી લીધા હતા. આમ એક જ રાતમાં ત્રણ દુકાનોમાંથી ચોરી થતા હડકંપ મચી ગયો છે.

Khodiyar Parotha

અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો :  https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819     

કલોલ સમાચાર