કલોલમાં ટાવરથી નંદલાલ ચોકનો માર્ગ અતિશય બિસ્માર,રીપેર કરવા માંગ 

કલોલમાં ટાવરથી નંદલાલ ચોકનો માર્ગ અતિશય બિસ્માર,રીપેર કરવા માંગ 

Share On

કલોલમાં ટાવરથી નંદલાલ ચોકનો માર્ગ અતિશય બિસ્માર

કલોલ શહેરના મોટાભાગના રસ્તા બિસ્માર હાલતમાં થઈ ગયા છે જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસુ નજીક છે ત્યારે બિસ્માર હાલતમાં રહેલા રોડને કારણે અકસ્માત તેમજ પાણી ભરવાની સમસ્યા ઊભી થઈ શકે છે. આ સંજોગોમાં પાલિકા તંત્ર દ્વારા ઝડપથી પગલા ભરી કામગીરી કરવામાં આવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.
 કલોલમાં ટાવર ચોક થી નંદલાલ ચોક સુધી જવાનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી ખોદી કાઢવામાં આવ્યો છે. અહીં ખાડા ટેકરા અને કારણે વાહન ચાલકોને પંચર પડવાની સમસ્યા પણ થઈ રહી છે. આ ઉપરાંત બિસ્માર હાલતમાં રસ્તાને કારણે અકસ્માત થવાની શક્યતા પણ છે.અહીંથી દિવસના હજારો વાહનો પસાર થતા હોય છે ત્યારે આ તમામ વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
આ સંજોગોમાં પાલિકા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.આ ઉપરાંત માર્કેટ યાર્ડ બ્રિજના બંને તરફના સર્વિસ રોડ પણ ખખડતા જ હાલતમાં છે અહીં નજીવા વરસાદ દરમિયાન પાણી ભરાઈ જતું હોય છે જેને કારણે સ્થાનિકો પરેશાની નો સામનો કરી રહ્યા છે.

કલોલ સમાચાર