અંડરબ્રિજમાં ટ્રેકટર ફસાયું
કલોલમાં આવેલ રેલવે અંડરબ્રિજ સતત વિવાદોમાં જ રહેતો આવ્યો છે. નાના વાહનોને જવાની માંડ જગ્યા છે ત્યાં અમુક મૂરખા ટ્રેકટર ચાલકો અને કાર ચાલકો અંદર વાહન ઘુસાડી દે છે. જેને કારણે ભારે ટ્રાફિકજામ થઇ જાય છે.
આટલેથી ના અટકતા ઊંટલારીવાળા પણ પોતાની લારી અંડરબ્રિજમાં જવા દે છે જેથી પાછળ ધીમા ચાલતા વાહનોથી સરઘસ જતું હોય તેમ લોકોને ફીલ થાય છે. કલોલ નગરપાલિકા દ્વારા ફક્ત બાઈક-એક્ટિવા અને રીક્ષાઓને જ પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
અહીં મોટા વાહનો પર પ્રવેશબંધી લગાવવાનો સમય આવી ગયો હોવાનું લોકો જણાવી રહ્યા છે.સાંકડા અંડરબ્રિજમાંથી મોટા વાહનો પસાર થતા સામેથી આવતા વાહનચાલકો માટે જગ્યા રહેતી નથી તેમજ અકસ્માતનો ખતરો રહે છે.લોકોએ ટ્રેકટરો લઈને પ્રવેશ કરનારા પર આકરો દંડ કરવો જોઈએ તેમ પણ માંગ કરી છે.
કલોલમાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા શૌર્ય અભિવાદન કાર્યક્રમ યોજાશે
પાંચ હાટડી બજારમાં યુવક પર જીવલેણ હુમલો કરાતા ચકચાર
કલોલમાં ખેલકૂદ પ્રતિયોગિતા યોજાઈ,સ્પર્ધકોમાં ઉત્સાહ