મોટી ભોયન ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ જણાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને રીક્ષાઓ ના કુલચા ઉડી ગયા હતા.
મળેલ માહિતી અનુસાર કલોલ થી ભોયણ ચાર રસ્તા તરફ જઇ રહેલી રીક્ષા ના ચાલકે એકા-એક રીક્ષા પરથી કાબુ ગુમાવતા ભોયણ થી કલોલ તરફ આવી રહેલી અન્ય રિક્ષાને ધડાકાભેર ટક્કર મારી હતી, જેથી રિક્ષામાં સવાર પેસેન્જર તેમજ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, ઘાયલોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ઓવર સ્પીડમા વાહન ચલાવવાના કારણે વારંવાર હાઈવે રોડ પર અકસ્માત થતા હોય છે, આ ઘટના ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર ચાલકો માટે લાલબત્તી સમાન છે.

