કલોલમાં કોરોના વોરિયર્સનું સન્માન કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ 

કલોલમાં કોરોના વોરિયર્સનું સન્માન કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ 

Share On

કલોલમાં કોરોના વોરિયર્સનું સન્માન કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ

જન્મદિવસની ઉજવણી તો બધા કરતા હોય છે પણ સમાજમાં એક સારો સંદેશ જાય તેવી ઉજવણી ભાગ્યે જ થતી હોય છે. કલોલ પૂર્વમાં રહેતા નિવૃત સરકારી અધિકારીએ અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. કલોલ પૂર્વમાં રહેતાં અરવિંદભાઈ પરમારે પોતાના જન્મ દિવસ નિમિત્તે સિદ્ધાર્થ શોપિંગ સેન્ટરમાં કોરોના રસીનો બૂસ્ટર ડોઝ આપવાનો કેમ્પ કર્યો હતો.આ કેમ્પમાં 110 કરતાં વધુ લોકોએ રસી લેવાનો લાભ લીધો હતો.

કલોલ પૂર્વના સામાજિક કાર્યકરના પ્રયત્નોથી લોકોને પડતી હાલાકીનો અંત આવ્યો 

કોરોનાના કપરા સમયની અંદર પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ પ્રજા માટે કામ કર્યું તેવા કોરોના વોરિયર્સ નું અરવિંદભાઈ સે ફૂલછડી આપી તેમના કાર્યને બિરદાવ્યું હતું.આ પ્રસંગે નિલેશ આચાર્ય,પંકજભાઈ પરમાર,હંસાબેન રાઠોડ,રામજીભાઈ સોલંકી,મનોજભાઈ સોલંકી,ભાવના બેન સોલંકી,કોકિલાબેન નાગર,મહેશભાઈ વર્મા,મુકેશભાઇ વાઘેલા,અમૃતભાઈ પરમાર,રતિભાઈ પરમાર,કૃણાલ સુતરીયા અને ઘનશ્યામ ભાઈ આર્ય હાજર રહ્યા હતા.

પ્રદેશ ભાજપના નેતા એવા નિલેશભાઈ આચાર્યના પિતાના જન્મદિવસની આ રીતે અનોખી ઉજવણી કરી સામાજિક સંદેશો આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે નિલેશભાઈ આચાર્ય પણ પોતાના જન્મદિવસ પર રક્તદાન કેમ્પ કરતા આવ્યા છે. તેમની આ સેવાકીય પ્રવુતિઓમાંથી પ્રેરણા લઈને અનેક લોકોએ જન્મદિવસ કે ખુશીના પ્રસંગમાં સેવાકીય કામગીરી કરી છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર