હિતુ કનોડિયાએ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી
કલોલ રેલવેપૂર્વમાં લાઈબ્રેરીના લોકાર્પણ પ્રસંગે આવેલ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ ખ્યાતનામ ગાયિકા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના મોટા બાપા અને પિતાની કારકિર્દી બનાવવામાં લતા મંગેશકરનો મોટો ફાળો હોવાનું તેમણે જણાવ્યુ હતુ. હિતુ કનોડિયાએ કલોલ અને લતા મંગેશકર વિશે શું કહ્યું તે નીચે રહેલ યુટ્યુબની લિંક પર ક્લિક કરી જોઈ શકો છો.
કલોલમાં રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ ડૉ.બાબાસાહેબ આંબેડકર સંકુલમાં 43.71 લાખના ખર્ચે નિર્માણ થયેલ જ્યોતિબા ફૂલે લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપ પરમાર અને ધારાસભ્ય હિતુ કનોડિયાના હસ્તે લાઇબ્રેરીનું લોકાર્પણ કરી ખુલ્લી મુકવામાં આવી હતી.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
કયા કેબિનેટ મંત્રીએ કલોલ પૂર્વમાં જ્યોતિબા ફૂલે લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું ?
કલોલમાં થયેલ ફાયરિંગની તપાસ કોને સોંપાઈ, વાંચો : શું છે સમગ્ર મામલો
1 thought on “Video : કલોલ આવેલ સુપરસ્ટાર હિતુ કનોડિયાએ લતા મંગેશકર વિશે શું કહ્યું ?”