લઠ્ઠો એટલે શું ? દારૂમાં શું ભેળવાય તો લઠ્ઠો બને જાણો તેની આડઅસરો
રાજ્યમાં ફરી લઠ્ઠાકાંડનું ભૂત ધુણ્યું છે. બરવાળા-બોટાદમાં અત્યાર સુધી લઠ્ઠાથી આશરે 18થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે આવો જાણીએ લઠ્ઠો શું છે અને કઈ રીતે બનાવાય છે. દારૂમાં જે આલ્કોહોલ બને અથવા ઉમેરવામાં આવે તો એ ઇથાઇલ આલ્કોહોલ હોય છે,પીવાના ઉપયોગમાં લેવાતો આલ્કોહોલ ઇથાઇલ આલ્કોહોલ છે.શેરડીમાંથી ખાંડ બનાવતા કારખાનાઓ માં બાય પ્રોડક્ટ તરીકે આલ્કોહોલ બને છે.
ઘણી વખત શહેરોમાં કાયદાનું તંત્ર એકદમ જાગૃત થઈ જાય છે એ વખતે ગેરકાયદેસર દારૂ ગાળીને બનાવતી ભઠ્ઠીઓ બંધ થઈ જાય છે એવે વખતે “લઠ્ઠાકાંડ”સર્જાવાની શકયતા રહે છે,કારણકે ભઠ્ઠીમાં દારૂ બનાવવો શક્ય ન હોયને તૈયાર સ્પિરિટ લાવીને પછી એમાં પાણી ભેળવીને દેશી દારૂ તરીકે વેચવામાં આવે છે.
એ સ્પિરિટમાં મીથાઇલ આલ્કોહોલ હોય છે જે પીવામાં ઉપયોગ લઈ તો ઝેરી હોય છે.ખૂબ પાણી નાખીને ડાયલયુટ કરવાથી માણસને ઉલટી, ઝાડા, આંતરડાનો સોજો કે આંખોમાં ઝાંખપ વળે છે પણ એમાં જ્યારે ભૂલ થઈ જાય છે ત્યારે તેમાં રહેલા ઝેરથી માણસો મરી જાય, આંધળા થાય કે બીજા આંતરિક અંગોમાં કાયમિક નુકશાન થઈ જાય છે.
વોટ્સએપ વાપરતા હોવ તો આ છેતરપિંડીથી રહેજો સાવધાન, નહીં તો થશે મોટું નુકશાન
દારૂ આલ્કોહોલ માંથી બને છે.આલ્કોહોલ બે જાતનાં હોય છે.ઇથાઇલ આલ્કોહોલ અને મિથાઈલ આલ્કોહોલ.પીવામાં જે વપરાય છે તે ઇથાઇલ આલ્કોહોલ હોય છે જે નુકશાનકારક નથી.પણ મિથાઇલ આલ્કોહોલ પીવા માટે નથી.સ્પીરીટ માં મિથાઇલ આલ્કોહોલ હોય છે જેથી તે કોઇ પીતુ નથી.
જે ધંધાના જાણકારો હોય છે તે સ્પીરીટ,વારનીશ વિ.માં જે મિથાઇલ આલ્કોહોલ હોય છે તેને ફાડી નાખે છે એટલે તે મિથાઇલમાંથી ઇથાઇલ આલ્કોહોલ બની જાય છે.અને તે પી શકાય છે. જ્યારે આ આવી પ્રક્રિયા કરવામાં કોઇ ખામી રહી જાય છે ત્યારે લોકો મિથાઇલ આલ્કોહોલ પીવે છે જેને દેશી ભાષામાં લઠ્ઠો કહે છે અને પરિણામને લઠ્ઠાકાંડ કહેવાય છે. આવો દારૂ પીવાથી કદાચ જીવ તો બચી જાય પણ આંખની રોશની કાયમ માટે જતી રહે છે.
A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો