આજથી શું મોંઘુ થશે ?
નવા વર્ષથી એટલે કે પહેલી જાન્યુઆરીથી એટીએમમાંથી રોકડ નીકાળવી મોંઘી થશે. જો કે મફત માસિક વિથડ્રોઅલની સમયમર્યાદા પૂરી થયા પછી આ નિયમ લાગુ પડશે. તેના પર 21 રૂપિયાના ચાર્જ પ્લસ જીએસટી લાગશે. ગ્રાહક તેના ખાતામાં દર મહિને પાંચ વખત મફત લેવડદેવડ કરી શકશે. મેટ્રો કેન્દ્રોમાં અન્ય બેન્કના એટીએમથી ત્રણ અને ગેર મેટ્રો કેન્દ્રોમાં પાંચ લેવડદેવડ મફત કરી શકશે.
પહેલી જાન્યુઆરીથી ઇ-કોમર્સ ઓપરેટરો જેવા કે સ્વિગી અને ઝોમેટોએ તેમની દરેક ડિલિવરી પર જીએસટી જમા કરાવવો પડશે. આમ જીએસટી જમા કરાવવાની જવાબદારી હવે તેમના શિરે છે. તેમણે તેનું ચલણ જારી કરવું પડશે. તેનાથી ગ્રાહક પર કોઈ વધારાનો બોજો નહી પડે. કેમકે હાલમાં રેસ્ટોરાઓ તો જીએસટી જમા કરાવી રહી છે.
હવે જાન્યુઆરીથી ઓલા અને ઉબેરની બુકિંગ પણ મોંઘુ થશે. જો કે આ એપ વગરના વાહનોને આ નિયમ લાગુ નહી પડે. ફૂટવેર પરનો દર પણ વધારાયો છે. જો કે આ દર વધારાનો વિવિધ વેપારી સંગઠનોએ ભારે વિરોધ કર્યો છે.
કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર અહીં ક્લિક કરી ડાઉનલોડ કરો
સઇજમાં બળદેવજી ઠાકોરના હસ્તે આયુષ નીદાન કેમ્પનું ઉદ્ઘાટન કરાયું