કલોલમાં કયા સ્થળે મુક્તજીવન સ્વામીબાપા ફોરેસ્ટ ઉભું કરાયું, જાણો 

કલોલમાં કયા સ્થળે મુક્તજીવન સ્વામીબાપા ફોરેસ્ટ ઉભું કરાયું, જાણો 

Share On

કલોલમાં કયા સ્થળે મુક્તજીવન સ્વામીબાપા ફોરેસ્ટ ઉભું કરાયું, જાણો

વન વિભાગ કલોલના સહયોગથી  પર્યાવરણ સંસ્થા ગ્રીન પ્લેનેટ દ્વારા વડનગરપુરા – પ્રતાપપુરા રોડ ઉપર મુક્તજીવન સ્વામીબાપા ફોરેસ્ટ પાર્ક ઊભું કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. મુક્તજીવન સ્વામીબાપા ફોરેસ્ટ પાર્ક પ્રતાપપુરા ગ્રામ પંચાયતની હદમાં કુલ 7 વિઘામાં અસ્તિત્વ ધરાવે છે . અહીં વિવિધ પ્રકારના બે હજાર કરતા પણ વધારે રોપાઓ રોપવામાં આવ્યા હતા. જેમાં પક્ષીઓ માટે ફળાઉ રોપા પણ રોપવામાં આવ્યા. તમામ રોપાની રક્ષા માટે મજબૂત ફેંસીંગ ની સાથે લોખંડનો દરવાજો પણ મૂકવામાં આવ્યો છે. રોપાને ટપક પધ્ધતિ થી પાણી પૂરું પાડવામાં આવશે.

મુક્તજીવન સ્વામીબાપા ફોરેસ્ટ પાર્ક પ્રોજેકટ પૂરું થયા બાદ “ મા ઉમિયા સ્મૃતિવન” બનાવવામાં આવશે, જેમાં કોરોના કાળ કાળ દરમિયાન મૃત્યુ પામેલાની યાદમાં એક-એક છોડ રોપવામાં આવશે એમ સંસ્થાના પ્રમુખ એહમદ પઠાણે જણાવ્યું હતું.

કલોલના શાકમાર્કેટમાં અસહ્ય ગંદકીથી બળદેવજી ઠાકોરે નગરપાલિકાને આડેહાથ લીધી 

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

કલોલ સમાચાર