જાણવા જેવું : કલોલ રેલવે સ્ટેશનને જંકશન કેમ કહેવામાં આવે છે ? 

જાણવા જેવું : કલોલ રેલવે સ્ટેશનને જંકશન કેમ કહેવામાં આવે છે ? 

Share On

કલોલ રેલવે સ્ટેશનને જંકશન કેમ કહેવામાં આવે છે ?

કલોલ રેલ્વે સ્ટેશન પર આપ ઘણી વખત ગયા હશો. અહી રેલ્વે સ્ટેશનની જગ્યાએ કલોલ જંકશન ( junction ) લખેલું હોય છે. તમને કોઈ દિવસ સવાલ થયો છે કે અહી જંકશન કેમ લખવામાં આવે છે. જંકશન એટલે શું ? અમે જણાવીએ કે જંકશન એટલે શું ?

જંકશનનો મતલબ એવો છે કે અહીંયા ટ્રેનનાં આવવા-જવાના 3 કે તેથી વધુ રસ્તા છે. એટલે કે ટ્રેન એક રસ્તેથી આવી શકે અને બીજા બે રસ્તેથી જઈ શકે છે.

હવે તમે કહેશો કે કલોલમાં ટ્રેનોના અવરજવર કરવાના ત્રણથી વધારે રસ્તા કયા છે. હકીકતમ કલોલમાં ટ્રેનોના અવર જવર કરવાના ચાર રસ્તા છે. જેમાં કલોલથી મહેસાણા, કલોલથી કડી, કલોલથી ગાંધીનગર અને કલોલથી અમદાવાદ.

 

બીજી રીતે કહીએ તો ગાંધીનગર,અમદાવાદ,કડી અને મહેસાણા તરફથી કલોલમાં ટ્રેન આવી શકે છે. અમદાવાદથી આવતી ટ્રેન કડી અને મહેસાણા તરફ જઈ શકે છે. ગાંધીનગરથી આવતી ટ્રેન કડી અને મહેસાણા જઈ શકે છે. આ ઉપરાંત મહેસાણાથી આવતી ટ્રેન ગાંધીનગર કે અમદાવાદ અને કડીથી આવતી ટ્રેન ગાંધીનગર અને અમદાવાદ જઈ શકે છે. આ ઉપરાંત મહેસાણાથી આવતી ટ્રેન કડી પણ જઈ શકે છે.

આમ કલોલ સ્ટેશન પર ચારથી વધુ ટ્રેનોના ટ્રેક એકત્ર થતા હોવાથી તેને જંકશન કહેવાય છે.

અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો રોજ https://kalolsamachar.online/ લો અને સમાચાર શેર કરો

કલોલ નગરપાલિકાએ પાનસર ત્રણ રસ્તા પાસે દબાણ દુર કર્યું 

કલોલ સમાચાર