કલોલમાં ચાર વર્ષથી મંજુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેમ નથી બનાવાતું ?
કલોલમાં છેલ્લા ચાર વર્ષથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને મંજૂરી મળી હોવા છતાં બનાવવામાં ન આવતું હોવાનો બળદેવજી ઠાકોરે વિધાનસભામાં આક્ષેપ કર્યો હતો. તેઓએ મંત્રીને પૂછ્યું હતું કે રમત ગમતના મેદાનને મંજૂરી મળી છે. છતાં તેને હજુ સુધી તૈયાર કરવામાં આવ્યું નથી.

કલોલના યુવાનોને રમત ગમતમાં પ્રોત્સાહન મળે તે હેતુથી ધારાસભ્ય દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની માંગ કરાઈ હતી. જેને ચાર વર્ષ અગાઉ મંજૂરી પણ મળી છે. બળદેવજીએ કહ્યું હતું કે મંજૂરી મળી છે છતાં આજ બને કાલે બને પણ આજ દિન સુધી તેના ઠેકાણા પડ્યા નથી.
તેઓ વિધાનસભામાં કહ્યું હતું કે દેશના ગૃહપ્રધાન કલોલ આવ્યા ત્યારે મંજુર થયેલ મેદાનને ફરી મંજુર કર્યું હતું ત્યારે રમત ગમત મંત્રીને સવાલ છે કે આ મેદાન ક્યારે બનશે. જેના જવાબમાં હર્ષ સંઘવીએ ગોળ ગોળ જવાબ આપી ટૂંક સમયમાં તૈયાર થશે તેવું ગૃહમાં જણાયું હતું.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
