પ્રજાનાં કામ ન થતા કલોલ નગરપાલિકાના મહિલા કાઉન્સિલરે રાજીનામું આપ્યું

પ્રજાનાં કામ ન થતા કલોલ નગરપાલિકાના મહિલા કાઉન્સિલરે રાજીનામું આપ્યું

Share On

પ્રજાનાં કામ ન થતા કલોલ નગરપાલિકાના મહિલા કાઉન્સિલરે રાજીનામું આપ્યું

BY પ્રશાંત લેઉવા

 

કલોલ : કલોલ નગરપાલિકામાં રાજીનામાનો દોર ફરીથી પાછો આવ્યો છે. કલોલના વોર્ડ નંબર બે ના મહિલા કાઉન્સિલર યાસ્મીનાબાનું આઈ. સૈયદે તેમના કામ ન થવાને કારણે નગરપાલિકામાંથી રાજીનામું આપી દીધું છે. તેમના વોર્ડમાં ઘણા બધા કામો મૂકવામાં આવ્યા હોવા છતાં પાલિકા કિન્નાખોરી રાખીને કામ કરતી ન હોવાનો આક્ષેપ થયો છે.

 

 કલોલ નગરપાલિકાનાં કર્મચારીઓ પણ કંઈ સાંભળતા ન હોવાનું સામે આવ્યું છે. જેને પગલે કોંગ્રેસનાં મહિલા નગર સેવકે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. મહિલા નગરસેવકે ચીફ ઓફિસરને ઉદ્દેશીને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી અમારા વિસ્તારમાં ભાજપના સત્તાધીશો દ્વારા કામ કરવામાં આવતું નથી. કર્મચારીઓ તરફથી માંગણીઓની અવગણના કરવામાં આવે છે. જેથી પદ પરથી મુક્ત કરવા માંગ છે.

કલોલ નગરપાલિકામાં અગાઉ પણ ભાજપનાં નવ નગરસેવકોએ તેમનું કામ થતું હોવાનું જણાવી રાજીનામું ધરી દીધું હતું.કોંગ્રેસના નગરસેવિકાએ રાજીનામું આપતા રાજકીય ધમાસણ મચી ગયું છે. બીજી તરફ કલોલ નગરપાલિકા ઉપર  ભેદભાવનો આરોપ લાગ્યો છે જેને પગલે વિસ્તારની પ્રજામાં રોષ ફેલાયો છે.

 

કલોલ સમાચાર