યુથ કોંગ્રેસ-NSUIનું હલ્લાબોલ
કલોલના પૂર્વ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ઘેર ઘેર બીમારીમાં ખાટલા છે. બે દિવસમાં આશરે 214થી વધુ લોકોને ઝાડા ઉલ્ટી થઇ ગઈ છે. જેને લીધે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે. વારંવાર આ વિસ્તારમાં ફાટી નીકળતા રોગચાળાને લઈને યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.
ધારાસભ્ય ઓફિસથી રેલી સ્વરૂપે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર સાથે નગરપાલિકા તરફ કૂચ કરી હતી. કલોલ નગરપાલિકામાં સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી દીધું હતું. ચીફ ઓફિસરની કેબીન બહાર બેસીને સૂત્રોચ્ચાર કરતા તેમને અંદર બોલાવીને રજૂઆત સાંભળવામાં આવી હતી. વિધાનસભા યુથ કોંગ્રસ પ્રમુખ રવિ રૂપાણી, પ્રદીપ મકવાણા સહીતના નેતાઓએ ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી જવાબદારો સમક્ષ પગલાં લેવા માંગ કરી હતી.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
કલોલમાં રોગચાળાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ઘેર ઘેર ઝાડા ઉલ્ટીના ખાટલા છે. જે લોકોને વધુ તકલીફ હતી તે લોકો સિવિલમાં સારવાર લેવા પહોંચ્યા હતા. જોકે તેમને એડમિટ કરવાને બદલે ફક્ત દવા આપીને ઘેર પરત મોકલી દેવાની ફરિયાદો મળી હતી. દર્દીઓને યોગ્ય સારવાર આપવાને સ્થાને ઘરે પરત મોકલીને માનવતા વિરુદ્ધનું કાર્ય કલોલ યુથ કોંગ્રેસના ધ્યાને આવતા પ્રાંત અધિકારીને રજુઆત કરી ઝડપથી પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી માંગણી કરી હતી.
કલોલ રેલવે પૂર્વમાં ઝાડા ઉલ્ટીના વધુ 88 કેસ,સુપર કલોરીનેશનના આદેશ
કલોલ નગરપાલિકાએ વેરા વળતર યોજના લાગુ કરી, આ રીતે ઉઠાવો ફાયદો