પંચવટીના શ્યામ સુંદર ફ્લેટમાં 1.80 લાખ રૂપિયાની ચોરી થતા ચકચાર 

પંચવટીના શ્યામ સુંદર ફ્લેટમાં 1.80 લાખ રૂપિયાની ચોરી થતા ચકચાર 

Share On

શ્યામ સુંદર ફ્લેટમાં 1.80 લાખ રૂપિયાની ચોરી

કલોલમાં ચોરો ફાટીને ધુમાડે ગયા છે. પંચવટીમાં આવેલ શ્યામ સુંદર ફ્લેટમાંથી રોકડ રકમ અને દાગીના સહીતની કુલ 1.80 લાખ રૂપિયાની ચોરી થઇ છે. જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. ઘર મળી સામાજિક પ્રસંગ અર્થે બહાર ગયા હતા તે સમયે તસ્કરોએ મોકાનો લાભ ઉઠાવી ઘરમાં ખાતર પાડ્યું હતું.
બનાવની વિગત અનુસાર ઘરમાલિક બહાર ગયા હતા. પરત આવતા ઘરનું લોક અને કબાટ તૂટેલું હતું તેમજ સામાન પણ અસ્તવ્યસ્ત થઇ ગયો હતો. ચોરોએ ઘરમાંથી 1.35 લાખ  રૂપિયાના દાગીના તેમજ રોકડ 65,000 રૂપિયાની ચોરી કરી હતી. જેને લઈને પોલીસે ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

કલોલ સમાચાર