કલોલમાં 4 વર્ષ જૂના જુગારના ચકચારી કેસમાં 12 આરોપીઓને સખત કેદની સજા
કલોલમાં જુગાર રમવાની પ્રવૃત્તિ વધી રહી છે. વર્ષ 2019માં કલોલના બારોટવાસમાં પોલીસે રેડ કરીને 12 જેટલા જુગારીઓને પકડી પાડવામાં આવ્યા હતા તેમ જ તેમને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ જુગારનો કેસ અત્યારે ચાલી જતા કલોલ કોર્ટના જજ દ્વારા આ જુગારીઓને સજા ફરમાવવામાં આવી છે. જુગારીઓને બે વર્ષની સખત કેદની સજા તેમ જ ત્રણ ત્રણ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ બાર આરોપીઓમાંથી એકનું મૃત્યુ પણ થયું હોવાનું સામે આવ્યું છે. કલોલ કોર્ટના ચુકાદાને પગલે જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.