નોઈડામાં 200 કરોડના ટ્વીન ટાવર્સ 3700 કિલો દારૂગોળો ભરી તોડી પડાશે 

નોઈડામાં 200 કરોડના ટ્વીન ટાવર્સ 3700 કિલો દારૂગોળો ભરી તોડી પડાશે 

Share On

નોઈડામાં 200 કરોડના ટ્વીન ટાવર્સ 3700 કિલો દારૂગોળો ભરી તોડી પડાશે

નોઈડામાં બનેલા 32 માળના ટ્વીન ટાવરને રવિવારે બપોરે 2.30 વાગ્યે તોડી પાડવામાં આવશે. 13 વર્ષમાં બનેલી બંને ઈમારતોને તૂટતા માત્ર 12 સેકન્ડનો સમય લાગશે. સુપરટેક એમેરાલ્ડ સોસાયટી કુતુબ મિનારના ઊંચા ટ્વીન ટાવરથી બરાબર 9 મીટર દૂર છે. અહીં 650 ફ્લેટમાં લગભગ 2500 લોકો રહે છે. ગ્રીન બેલ્ટની જમીન પર ગેર કાયદે ટાવર બંધાઈ જતા કોર્ટે તોડી પાડવાનો હુકમ કર્યો હતો.

આ જગ્યા સેક્ટર-93માં છે અને નોઈડાના મોંઘા વિસ્તારમાં સામેલ છે. અહીં 3BHK ફ્લેટની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે.

એડફિસ નામની કંપનીને ટ્વીન ટાવર તોડવાની જવાબદારી મળી છે. આ કામગીરી પ્રોજેક્ટ મેનેજર મયુર મહેતાની દેખરેખ હેઠળ થઈ રહી છે. તેઓ કહે છે કે અમે બિલ્ડિંગમાં 3700 કિલો ગનપાઉડર ભર્યું છે. થાંભલાઓમાં લાંબા છિદ્રો ગનપાવડરથી ભરવાના હોય છે. ફ્લોર ટુ ફ્લોર કનેક્શન પણ કરવામાં આવ્યું છે.

કલોલમાંથી અપહરણ કરાયેલ યુવાનને મુક્ત કરાવતી LCB,ભાઈઓ જ નીકળ્યા આરોપી

ટ્વીન ટાવરને તોડી પાડવાની 181 દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી. 21 ફેબ્રુઆરીથી, 350 કામદારો અને 10 એન્જિનિયર આ કામમાં રોકાયેલા હતા. રવિવારે સવારે 7 વાગ્યા સુધીમાં આસપાસના 500 મીટર વિસ્તારમાં આવેલા તમામ 1396 ફ્લેટ ખાલી થઈ જશે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

ભારત સમાચાર