3.35 લાખના દાગીના ઉઠાવી તસ્કરો ફરાર
કલોલમાં ચોરી લૂંટ ફાટની ઘટનાઓએ માજા મૂકી છે ત્યારે પોલીસ મૂકપ્રેક્ષકની માફક ફક્ત તમાશો જોઈ રહી હોવાનું ચિત્ર પેદા થયું છે. રેલવે પૂર્વના ઓનેસ્ટ નગરમાં એક બંધ મકાનમાંથી ચોરી જતા લોકોમાં ફફડે વ્યાપી ગયો છે. પોલીસની કામગીરી પર સવાલ થવા લાગ્યા છે. ચોર આનાજ મુકવાના પીપડામાંથી દાગીનાનો ડબ્બો ઉઠાવી નાસી ગયા હતા.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
ઘટનાની વિગત અનુસાર કલોલ રેલવે પૂર્વમાં આવેલ ઓનેસ્ટ નગરમાં કાજલબા ચૌહાણ રહે છે. તેઓ ગાંધીનગરમાં ખરીદી કરવા ગયા હતા. તેઓએ દાગીનાનો ડબ્બો અનાજ ભરવાની કોઠીમાં મૂકી દીધો હતો. પરંતુ ઘરની ચાવી પોતાની પાસે રાખવાને બદલે વીજળીના બોર્ડ પર મૂકી દીધી હતી. મોકાનો ફાયદો ઉઠાવીને ચોર આ ચાવી વડે ઘરમાં ઘુસ્યા હતા અને ઘરેણાંનો ડબ્બો લઇ ફરાર થઇ ગયા હતા.

આ ઘટના પાછળ કોઈ જાણભેદુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમ કે ઘરની ચાવી તેમજ દાગીનાનો ડબ્બો ક્યાં પડ્યો છે તેની કોઈ જાણકારને ખબર હોય તો જ પ્રવેશી શકે. ચોરીની ઘટનાને લઈને પોલીસ દ્વારા ફરિયાદ નોંધી ચોરોને પકડી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

1 thought on “કલોલ રેલવે પૂર્વમાં 3.35 લાખના દાગીના ઉઠાવી તસ્કરો ફરાર ”