કલોલના આરસોડીયામાં એક સાથે ત્રણ સાપ દેખાતા રેસ્ક્યુ કરાયા
હાલ ઉનાળામાં પડી રહેલ અસહ્ય ગરમીને કારણે ફક્ત માણસો જ નહીં પરંતુ જીવ-જંતુઓ પણ પરેશાન થઇ ગયા છે. ગરમી અને ચોમાસા દરમિયાન પડેલા વરસાદને કારણે સરીસૃપમાં આવતા સાપ માટે દરમાં રહેવું ઘણું મુશ્કેલ બની જતું હોય છે. જેથી ઠંડક મેળવવા બહાર નીકળે રહેણાંક વિસ્તારમાં પણ આવી ચડે છે. સાપ વિશે વધુ માહિતી ન ધરાવતા લોકો તેને ઝેરો સમજી મારી નાખતા હોય છે. કલોલ નજીક આરસોડીયા ગામમાં રહેણાંક વિસ્તારમાં એક સાથે ત્રણ સાપ આવી ચડતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર આરસોડીયાના ઠાકોરવાસમાં ત્રણ સાપ જોવા મળતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. ગ્રામવાસીઓ સાપને મારવાને બદલે તેને બચાવવાનું નક્કી કર્યું હતું અને સદ્દભાવના ફાઉન્ડેશનને જાણ કરી હતી. સંસ્થાના રેસ્ક્યુઅરોએ ત્રણ ધામણ સાપનું રેસ્ક્યુ કરીને ગ્રામજનોને ભયમુક્ત કર્યા હતા. ત્રણેય સાપ બિન ઝેરી હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ધામણ સાપોને વન વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યા હતા.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
