કલોલ-કડી-કટોસણ બ્રોડગેજ પ્રોજેક્ટ માટે રેલવેએ 346 કરોડ મંજુર કર્યા, થશે મોટો ફાયદો 

કલોલ-કડી-કટોસણ બ્રોડગેજ પ્રોજેક્ટ માટે રેલવેએ 346 કરોડ મંજુર કર્યા, થશે મોટો ફાયદો 

Share On

કલોલ-કડી-કટોસણ બ્રોડગેજ પ્રોજેક્ટ માટે રેલવેએ 346 કરોડ મંજુર કર્યા

કલોલથી બેચરાજી સુધી વર્ષોથી રેલવેનું કામ અટક્યું છે. જોકે હવે મંત્રાલય દ્વારા નાણાંની ફાળવણી કરવામાં આવતા કામ ઝડપથી શરુ થવાની ગણતરી છે.મહેસાણા જિલ્લાનો બેચરાજી તાલુકો સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયનમાં આવે છે.
એસ.આઇ.આર. જાહેર કરેલ હોવાથી રોજગારીની તકોમાં પણ વધાર થયો છે. સાથે સાથે બેચરાજી તાલુકામાં મારૂતિ, હોન્ડા જેવી અનેક ઔધોગિક એકમનો કારણે બેચરાજીનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે .આ વિકાસ વધુ તેજ ગતિએથી આગળ વધે તે માટે કલોલ-કડી-કટોસણ રોડ બેચરાજીની રેલ્વે લાઇન માટે ગેઝ પરીવર્તન જરૂરી હતો.
સતત વિકાસની દર્ષ્ટીને પગલે કર્મઠ સંસદ સભ્ય શારદાબેન પટેલે ૦૭ એપ્રિલના રોજ કેન્દ્રિય રેલ્વે મંત્રી અશ્વિન વૈશ્વણને પત્ર લખી ગેજ પરિવર્તન માટે લેખિત માંગણી કરી હતી. કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં આ બાબતનો સમાવેશ કરાયો નહોતો. સંસદ સભ્યની ધારદાર અને અસરકારક લોકઉપયોગી માંગણીને માન્ય રાખી દેશના પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી રેલ્વે મંત્રીશ્રી અશ્વિન વૈશ્ણવએ ગેજ પરીવર્તનના વિકાસ માટે રૂ.346.94 કરોડ મંજુર કર્યા છે.

કલોલ-કડી-કટોસણના 37.23 કિલોમીટરના ગેજ પરીવર્તન માટે રૂ. 346.94 કરોડની ફાળવણી કરવા બદલ શારદાબેન પટેલે પ્રધાનમંત્રીશ્રી, કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલ રાજ્ય મંત્રી  દર્શનાબેન જરદોશ નો આભાર વ્યક્ત કર્યો હતો. શારદાબેન પટેલે જણાવ્યું હતું કે વિકાસના આ કામો થવાથી ઔધોગિક ક્રાંતિ તેમજ મૂડી રોકાણને પગલે રોજગારીનું સર્જન થશે અને રાજ્યના યુવાનોને ઘર બેઠા રોજગારી મળશે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

ગુજરાત સમાચાર