કલોલના ઇસંડમાં જુગાર રમતા આઠ જુગારી ઝડપાયા,ત્રણ ભાગી છૂટ્યા 

કલોલના ઇસંડમાં જુગાર રમતા આઠ જુગારી ઝડપાયા,ત્રણ ભાગી છૂટ્યા 

Share On

કલોલના ઇસંડમાં જુગાર રમતા આઠ જુગારી ઝડપાયા,ત્રણ ભાગી છૂટ્યા

ઇસંડ ગામની સીમમાં જુગાર રમાઈ રહ્યો છે તેવી બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આઠ ઈસમોને પકડી લીધા હતા. પોલીસે જુગારીઓ પાસેથી મોબાઈલ અને રોકડ રકમ સહીત ૫૯,૭૩૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં ભાગદોડ થઈ હતી.
ઘટનાની વિગત અનુસાર પોલીસની ટીમ છત્રાલ બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ફરતા ફરતા ઇસંડ ગામના બસ સ્ટેન્ડ પાસે આવ્યા હતા. અહી પોલીસને બાતમી મળી હતી કે ગામના ખરાબામાં જુગાર રમી રહ્યો છે. બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા કુલ ૧૧ લોકો જુગાર રમી રહ્યા હતા. પોલીસ આવી જતા ત્રણ જુગારીઓ ભાગી છૂટ્યા હતા જ્યારે આઠ પકડાઈ ગયા હતા.

 જુગારીઓમાં મેલાજી ગાંડાજી ઠાકોર,બાબુજી અજમલજી ઠાકોર,લાલજી રમણજી ઠાકોર,હર્ષદ વિષ્ણુજી ઠાકોર,ભરતજી કાંતિજી ઠાકોર,સેધાજી ચંપકજી ઠાકોર,ઉમેશજી ગાંડાજી ઠાકોર,રિજવાન ઈસ્માઈલભાઈ ઘાંચી,રાજુજી લલવાજી ઠાકોર,મંજેશજી બાબુજી ઠાકોર અને અજીતજી કડવાજી ઠાકોરનો સમાવેશ થાય છે.આ જુગારીઓ પાસેથી ૨૬૦૦ રૂપિયાની રોકડ તેમજ મોબાઈલ સહીત ૫૯,૭૩૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો, પોલીસે ભાગી ગયેલ ઈસમોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

કલોલ સમાચાર