કલોલમાં પોલીસે નવ જુગારીઓને પકડી પાડયા
કલોલ શહેર પોલીસે નાના ઠાકોરવાસમાં જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે બાતમીને આધારે કોર્ડન કરી તમામ જુગારીઓને પકડી 10,210 રૂપિયા જેટલી રકમ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કલોલ પંથકમાં દારૂ-જુગારની બદી વધી ગઈ છે. તાજેતરમાં જ પોલીસે મુખીવાસમાંથી પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા ત્યારે જુગારનો બીજો એક કિસ્સો પણ સામે આવ્યો છે. સીંદબાદ વિસ્તારમાં કલોલ શહેર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે નાના ઠાકોરવાસમાં કેટલાક લોકો હાર જીતનો જુગાર રમી રહ્યાં છે.
કલોલ બેઠક માટે ભાજપમાંથી આ 19 મુરતિયાઓએ દાવેદારી નોંધાવી
બાતમીને આધારે પોલીસ જુગારના સ્થળ પર ત્રાટકી અને સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લીધો હતો.પોલીસે જુગાર રમતા યુનુસભાઈ મોહંમદભાઈ મેમણ,આકાશભાઈ રોહિતભાઈ દંતાણી,રમેશભાઈ અમરસી ભાઈ,પ્રધાનજી છનાજી ઠાકોર,મહેશજી શંભુજી ઠાકોર,દિનેશભાઇ ભાઈલાલભાઈ દંતાણી,મોંઘાજી ચતુરજી ઠાકોર,નરેન્દ્રભાઈ દિનેશભાઇ ખમાર,હસનભાઈ સિકંદરભાઈ શેખ સહિતનાને ઝડપી લીધા હતા. જુગારીઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી અંગ ઝડતી તેમજ દાવ પર પડેલા કુલ રૂ,10,210 જપ્ત કર્યા હતા.