પ્લાનિંગ : કલોલ પાલિકા પૂર્વમાં નવી પાઇપ લાઈન નાંખશે
કલોલ પૂર્વમાં ફાટી નીકળેલ રોગચાળાને પગલે પાલિકા દ્વારા નવી પાઈપ લાઈન નાખવાનું કામ હાથ પર લેવામાં આવ્યું છે. કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકા સમગ્ર વિસ્તારમાં આશરે પાંચ કિલોમીટરની નવી પાઇપ લાઈન નાંખશે જેમાં સાડા ત્રણ કિલોમીટર ડીઆઈ પાઇપ અને દોઢ કિલોમીટરની પીવીસી પાઇપ નાખવામાં આવશે. જેને લઈને પાઇપ લાઈન લીકેજ સહીતની સમસ્યાનો અંત આવશે.તેઓએ કહ્યું હતું કે હાલ તમામ લીકેજ શોધીને તેનું સમારકામ પૂર્ણ કરી દેવાયું છે.

આ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી જૂની પાઇપ લાઈન છે. જેને કારણે ઘણી વખત લીકેજને કારણે રોગચાળો ફેલાવવાનો ભય રહે છે. આ સમસ્યાનો કાયમી અંત લાવવા પાલિકા કટિબદ્ધ બની છે. આશરે 1.59 કરોડ રૂપિયાના ખર્ચે નવી પાઇપ લાઈન નાખવામાં આવશે. સમગ્ર આયોજન એ રીતે કરવામાં આવ્યું છે કે જેથી ગટર અને પાણીની પાઇપ લાઇન એકબીજાથી દૂર રહે. આ માટે કલેકટર અને પ્રાદેશિક કમિશનરની કચેરીમાં પણ રજૂઆત કરવામાં આવી છે જેને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે.
પાલિકા પ્રમુખે કહ્યું હતું કે પૂર્વ વિસ્તારની તમામ સમસ્યાનો ઝડપથી અંત લાવવામાં આવશે. ગટર અને પાણીની લાઈનને દૂર કરી દેવાથી વારંવાર ફાટી નીકળતા રોગચાળા સામે રક્ષણ મળશે.
પાલિકા દ્વારા માણસા ઓવરબ્રિજની સમસ્યાનો પણ ઉકેલ લાવનાર છે. આ બ્રિજ બનાવતી વખતે પાઇપ લાઈનમાં હાર્ડ શિલ્ડીંગ થઇ ગયું હતું, જેને કારણે દર વખતે અહીં ગટરના પાણી ભરાઈ જતા તેને પંપ દ્વારા ઉલેચવામાં આવી રહ્યું છે. તેના કાયમી ઉકેલ માટે 27 ફૂટ ઊંડી બે ચેમ્બરમાંથી પાસિંગ લાઈન કાઢવામાં આવનાર છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
1 thought on “ પ્લાનિંગ : કલોલ પાલિકા પૂર્વમાં નવી પાઇપ લાઈન ગટર લાઈનથી દૂર નાંખશે ”