બળદેવજી ઠાકોરે વિધાનસભામાં રોગચાળા મુદ્દે આક્રમક રજુઆત કરી
કલોલમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેમાં એક બાળકનું મોત થયું છે જયારે 600થી વધુ કેસ સામે આવ્યા છે, દરવખતે રેલવે પૂર્વમાં જ રોગચાળો ફાટી નીકળે છે. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર દ્વારા વિધાનસભામાં આ બાબતે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
બળદેવજી ઠાકોરે કલોલના પૂર્વમાં પાણીજન્ય રોગચાળો ફાટી નિકળતા ઝાડા ઉલ્ટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વિધાનસભામાં 116 ની નોટીસ અંતર્ગત ચર્ચા દરમિયાન નગરપાલીકાની અપરાધીક બેદરકારી અને પક્ષપાતી વ્યવહારનો ચિતાર રજુ કર્યો હતો.
ધારાસભ્યે નગરપાલીકાના ચીફ ઓફિસર સામે પગલાં ભરવા, રોગચાળા અસરગ્રસ્તોને સહાય આપવા, દર્દીઓને દાખલ કરવાની ના પાડનાર કલોલ આરોગ્ય કેન્દ્રના સંચાલક સામે પગલા ભરવા અને રોગચાળો અટકાવવા અસરકારક પગલા ઉઠાવવા તેમજ ભવિષ્યમાં આવી ઘટના ફરી ના સર્જાય તે માટે તત્કાલ કાર્યવાહીની માંગ કરી હતી.

1 thought on “બળદેવજી ઠાકોરે વિધાનસભામાં રોગચાળા મુદ્દે આક્રમક રજુઆત કરી,વાંચો શું કહ્યું”