કલોલમાં નજીવી બાબતે યુવક પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ
કલોલ શહેરમાં મારામારીના બનાવ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોએ માજા મૂકી છે. ગંજીવાસમાં રહેતા અને શાકભાજી વેંચતા એક યુવક પર બે ઈસમોએ હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. હુમલાને કારણે યુવક ઈજાગ્રસ્ત થતા દવાખાને ખસેડાયો હતો. ઘટનાને પગલે પોલીસે ફરિયાદ નોંધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ ગંજીવાસની ચાલીમાં રહેતો એક યુવક શાક માર્કેટમાં નોકરી કરે છે. તે પોતાની દુકાનમાં હતો ત્યારે પાડોશી દુકાનના બે યુવકોએ તેને ગાળો આપવાની શરૂઆત કરી હતી. બાદ રાત્રે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ બે ઈસમોએ ભેગા મળી તેના પર ધોકાથી હુમલો કરી દીધો હતો. હુમલાને પગલે યુવકને હાડકામાં ફ્રેક્ચર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસે ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ
1 thought on “કલોલમાં નજીવી બાબતે યુવક પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ”