કલોલ પૂર્વમાં રખડતી ગાયે ઉત્પાત મચાવ્યો,લોકોમાં ડર 

કલોલ પૂર્વમાં રખડતી ગાયે ઉત્પાત મચાવ્યો,લોકોમાં ડર 

Share On

કલોલ પૂર્વમાં રખડતી ગાયે ઉત્પાત મચાવ્યો,લોકોમાં ડર

કલોલમાં પૂર્વ વિસ્તારમાં રખડતી ગાય તોફાની બની હતી. રસ્તા પરથી આવતા જતા લોકોને મારવા  દોડતા લોકોમાં પણ ભય ફેલાયો હતો. બે દિવસ અગાઉ વાંદરો અને હવે ગાયના ત્રાસથી લોકોમાં રોષ ફેલાયો છે. કલોલ પૂર્વમાં માણસો નહીં પણ પશુઓનું  રાજ હોય તેમ લાગી રહ્યું છે, સરકારી તંત્ર ને મન અહીં માણસો નહીં પણ પશુઓ જ વસવાટ કરે છે તેવું લાગી રહ્યું છે.

કલોલ મામલતદાર બદલાયા, કોણ ગયું અને કોણ આવ્યું,વાંચો

રખડતા ઢોરને કારણે કેટલાય અકસ્માત થતા હોવા છતાં પૂર્વમાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેને કારણે લોકોના જાનમાલનો ખતરો રહેલ છે. કલોલ પૂર્વમાં અંકુર સોસાયટી તરફ એક ગાય તોફાની બની હતી. લોકોને મારવા પાછળ દોડી રહેલ ગાયને કારણે ડર ફેલાયો હતો. એક વ્યક્તિને ઇજા થઇ હતી જયારે બે લોકોને આંશિક ઇજા પહોંચી હતી. કલોલ પાલિકા દ્વારા રખડતા કુતરા,ઢોર અને વાંદરાઓને પકડવા માટે ઝડપથી કાર્યવાહી કરે તે જરૂરી છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

કલોલ સમાચાર