કલોલમાં ચોમાસા દરમિયાન મોટાભાગના રસ્તા ધોવાઈ જતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યાં 

કલોલમાં ચોમાસા દરમિયાન મોટાભાગના રસ્તા ધોવાઈ જતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યાં 

Share On

કલોલમાં ચોમાસા દરમિયાન મોટાભાગના રસ્તા ધોવાઈ જતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યાં

કલોલમાં અનેક રસ્તા ચોમાસાને કારણે ધોવાઈ ગયા છે. નગરપાલિકા દ્વારા ચોમાસા અગાઉ ફક્ત થીગડાં મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, હાલ સ્થિતિ એવી છે કે તે થીગડાં પણ શોધે જડે તેમ નથી. તૂટેલા રોડ રસ્તાને કારણે વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાના ઠેકાણા ન હોવાથી વાહનોને પણ નુકશાન થઇ રહ્યું છે.

રસ્તા મામલે કલોલ નગરપાલિકા મીંડું સાબિત થઇ છે. કલોલના મોટાભાગના રોડ પર ભયંકર ગાબડાં પડી ગયા છે. વાહનો ખાડામાં પછડાય છે. અનેક લોકોને અકસ્માત પણ નડતો હોય છે પણ આંધળી અને બહેરી નગરપાલિકાને નાગરિકોની કૈજ પડી નથી તેવું ચિત્ર ઉપસ્યું છે. ખાડા વાળા રોડને કારણે લોકો ઘણા જ હેરાન થઇ રહ્યા છે. જવાબદાર તંત્ર દ્વારા હવે ઝડપથી રોડ બનાવવાની કામગીરી કરે તે ઇચ્છનીય છે.

અમિત શાહે કલોલના નારદીપુરમાં વૃક્ષારોપણ કરીને શું કહ્યું, વાંચો

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

કલોલ સમાચાર