કલોલ પૂર્વ સહિત મહિલા કાઉન્સિલરોના પતિદેવો સ્વંપ્રસિદ્ધિમાં જ રચ્યા પચ્યા

કલોલ પૂર્વ સહિત મહિલા કાઉન્સિલરોના પતિદેવો સ્વંપ્રસિદ્ધિમાં જ રચ્યા પચ્યા

Share On

કલોલ પૂર્વ સહિત મહિલા કાઉન્સિલરોના પતિદેવો સ્વંપ્રસિદ્ધિમાં જ રચ્યા પચ્યા

કલોલ નગરપાલિકાના મહિલા કાઉન્સિલરોના પતિદેવો જ સ્વપ્રસિદ્ધિમાં રચ્યા પચ્યા રહેતા  હોવાનો ગણગણાટ થઇ રહ્યો છે. મહિલાઓને શક્તિનું સ્વરૂપ કહેવામાં આવે છે, સરકારે તેમને વહીવટ કરવાનો અધિકાર આપ્યો છે ત્યારે પતિદેવોની સ્વપ્રસિદ્ધિની ઘેલછાને કારણે ઘણા લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. ઘણી વખત તો કારોબારીમાં પણ ઘુસી જતા હોય છે.
કલોલના પૂર્વ વિસ્તાર સહીતના નગરસેવિકાના પતિઓ સોશિયલ મીડિયામાં પોતાની જ પ્રસિદ્ધિનો ઢોલ પીટતી પોસ્ટ કરે રાખે છે. સફાઈ કરાવવી કે પાલિકાના અન્ય કામમાં મહિલા કાઉન્સિલર ગેરહાજર હોવા છતાં તેમના પતિઓ દ્વારા જ સોશિયલ મીડિયામાં જાતે જ પોસ્ટ બનાવીને કામગીરીનો શ્રેય લેવા હોડ મચી છે. કામગીરી દરમિયાન ફોટાઓમાં મહિલા કાઉન્સિલર હોતા જ નથી, તેમને સ્થાને તેમના પતિઓ કોઈપણ હોદ્દા વગર પોતે જ કાઉન્સિલર હોય તેમ રુઆબ છાંટીને ફરતા હોય છે.
નગરપાલિકાના સત્તાવાર કાર્યક્રમમાં પણ નગરસેવીકાઓની સાથે પતિદેવો પહોંચી જતા હોય છે. પતિદેવોને જ આટલી બધી સેવા કરવાની ખંજવાળ આવી જ હોય તો તેમણે પણ આગામી ચૂંટણીમાં પક્ષ ટીકીટ ન આપે તો અપક્ષ થઈને લડી નાખવી જોઈએ તેમ ગણગણાટ વ્યાપ્યો છે. જેથી તેમની બહોળી સેવાઓનો લાભ ક્લોલની જનતાને મળી શકે. પાયાની કામગીરી કરવાની આવે ત્યારે ગાયબ થઇ જતા મહિલા કાઉન્સિલરોના પતિઓ પ્રસિદ્ધિ લેવાની આવે ત્યારે તરત દોડી આવે છે જેથી જનતામાં પણ આ ચર્ચાનો વિષય બન્યો છે.

કલોલ સમાચાર