કલોલના પાંચ હાટડી બજારમાં એક જૂનું મકાન તૂટી પડતા ભયનો માહોલ
કલોલમાં એક મકાન પડી ગયું હતું. વહેલી સવારને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી. મકાન પડ્યા બાદ લોકોએ જાતે જ કાટમાળ દૂર હટાવ્યો હતો. આ વિસ્તારમાં અન્ય કેટલાક મકાનો પણ ભયજનક સ્થિતિમાં હોવાથી તેને દૂર કરવાની માંગ ઉઠી છે.
કલોલના પાંચ હાટડી બજાર વિસ્તારમાં વહેલી સવારે એક જર્જરિત મકાન ધડાકા સાથે ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મકાન નીચે એક દુકાનમાં રહેલા માલસામાનને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટનાને કારણે આસપાસ વસવાટ કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
કલોલ પૂર્વ સહિત મહિલા કાઉન્સિલરોના પતિદેવો સ્વંપ્રસિદ્ધિમાં જ રચ્યા પચ્યા
દુર્ઘટના બાદ તરત જ વીજ કંપની દ્વારા પુરવઠો બંધ કરી દેવાયો હતો. જેને બાદમાં પૂર્વવર્ત કરી દેવાયો હતો.આ દુર્ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા.