ઉમેદવારી ફોર્મ ભરવા આવેલા ભાજપ તેમજ આમ આદમી પક્ષના ઉમેદવારને કલોલ ની જનતા દ્વારા સારો એવો પ્રતિસાદ…..
વિધાનસભાની ચૂંટણી મા ગણતરીનો સમય બાકી છે ત્યારે સમગ્ર પાર્ટી ના ઉમેદવારો પાર્ટી તરફથી ટિકિટ મેળવી ઉમેદવારી નોંધાવી રહ્યા છે, ત્યારે આજરોજ કલોલમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતિજી ઠાકોર મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો એ હાજરી આપી હતી. કલોલ ની જનતા દ્વારા મોટી સંખ્યામાં કાંતિજી ઠાકોર ના ઉમેદવારી ફોર્મ ભરવા નિમિત્તે યોજાયેલ રેલીમાં જોડાઈને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું . તેમજ ઉમેદવારી ફોર્મ ભરવા આવેલા આમ આદમી પક્ષના ઉમેદવારને કલોલ ની જનતા દ્વારા સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. આ રેલી મા પક્ષના કાર્યકરો પણ વિશાળ સંખ્યામાં જોડાયા હતા. કાંતિજી ઠાકોર દ્વારા પોતાનુ ઉમેદવારી ફોર્મ પ્રાંત અધિકારીને સુપરત કરવામાં આવ્યું હતું.
જયારે કલોલમાં ભાજપના બકાજી ઠાકોરે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સીટી મોલ થી મામલતદાર સુધી સમર્થકો સાથે યોજાયેલ રેલી બાદ બકાજી ઠાકોરે પોતાનુ ચૂંટણી ફોર્મ ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.