કલોલમાં  અજાણ્યા વાહનની ટકકરે બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ

કલોલમાં અજાણ્યા વાહનની ટકકરે બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ

Share On

સાંતેજના યુવકને કલોલ ના ત્રણ આંગળી સર્કલ પાસે અકસ્માત નડયો ….

મળતી વિગતો મુજબ સાંતેજના રહેવાસી મેલાજી અમરતજી ઠાકોર આજ રોજ રાત્રિના સમયગાળા દરમિયાન પોતાનું બાઈક GJ-18-DL-8715 લઈને કલોલ ના ત્રણ આંગળી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલ અજાણયા વાહને મેલાજી ની બાઈક ને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી.

 

અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલક રોડથી ફંગોળાઈ જઈને બીજી સાઈડમાં પટકાયો હતો, જેના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ ને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને જોતા ઈ એમ ટી લક્ષ્મણભાઈ તેમજ પાયલોટ વિપુલ દેસાઈ ઘટના સ્થળે પહોંચી જઈ ઘાયલ થયેલ યુવકને કલોલ ની સીએસસી સેન્ટર ખાતે લઈ આવ્યા હતા. જ્યાં તેની હાલત નાજુક જણાતા ગાંધીનગર સિવિલમાં રિફર કરવામાં આવ્યો છે. અકસ્માતને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા.

કલોલ સમાચાર