છત્રાલ મા યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

છત્રાલ મા યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Share On

છત્રાલ જીઆઇડીસી ની ફેસ ફોરમાં આવેલી કંપનીમાં યુવાનનો આપઘાત …..

મળતી વિગતો મુજબ છત્રાલ જીઆઇડીસી ના ફેસ ફોર માં આવેલી ઇવિદા કંપની ની કોલોનીમાં આજરોજ સવારે એક યુવકે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. યુવક મૂળ મધ્યપ્રદેશમાં આવેલ શિવપુર જિલ્લાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. છત્રાલની ઈવીદા કંપનીની કોલોની માં રહેતો રાજ દયારામ જોશી એ આજરોજ સવારે 6:30 ની આસપાસ તેના રૂમની બહાર લાગેલ પતરા ના સેડમાં એંગલ સાથે રૂમાલ થી લટકી જઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

બનાવને પગલે કંપની દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે કલોલ સીએચસી ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

કલોલ સમાચાર