કલોલ ના રેલવે પૂર્વ વિસ્તારમાં યોગ્ય પુરાણ ન થતા વાહન ફસાયુ

કલોલ ના રેલવે પૂર્વ વિસ્તારમાં યોગ્ય પુરાણ ન થતા વાહન ફસાયુ

Share On

પ્રજા દ્વારા રોડની ગુણવત્તા પર સવાલ ઉઠાવવામાં આવ્યા……

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આજ રોજ સવારે રેલવે પૂર્વ વિસ્તારમાં એક ખાનગી વાહન રોડ પર પડેલ ખાડામાં ફસાઈ ગયું હતું. જેને બહાર કાઢવા માટે કઠોર પરિશ્રમ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ જોઈને કલોલ ની સ્થાનિક પ્રજા એ રોડની ગુણવત્તા વિશેના સવાલો ઉઠાવ્યા હતા. કલોલમાં ઠેર ઠેર રોડ પર ખાડાઓ જોવા મળી રહ્યા છે. આ ખાડાઓને કારણે કલોલમાં અકસ્માતની સંખ્યાઓમાં પણ વધારો થયો છે. આ ખાડાઓનું યોગ્ય પુરાણ ન કરવામાં આવતા કેટલીક વાર વાહન ચાલકોને કમર દર્દ તેમજ અન્ય પ્રકારની મસલ્સ ની બીમારી પણ થાય છે.

રોડ પર પડેલ ખાડાઓ વાહન ચાલકો માટે જીવલેણ હોવા છતાં પણ તેના પુરાણનું કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવતું નથી. જગ જાહેર ખાડાઓ કલોલમાં દ્રશ્યમાન થતા હોવા છતાં પણ તંત્ર દ્વારા આખ આડા કાન કરવામાં આવે છે. જેનો વધુ એક પુરાવો આજરોજ સવારે દ્રશ્યમાન થયો હતો. જેમાં એક ખાનગી વાહન રઘુવીર ચોકડી થી ઉમિયા ચાર રસ્તા તરફ જઈ રહ્યું હતું, તે દરમિયાન રોડ પર પડેલ ખાડામાં ફસાઈ ગયું હતું. જેને બહાર કાઢવા માટે અર્થાત પ્રયત્નો કરવામાં આવ્યા હતા. છેવટે ટ્રેક્ટર ની મદદ લઈ આ વાહનને બહાર કાઢવામાં આવ્યું હતું.

આ સ્થિતિ માત્ર એક વિસ્તાર પૂરતી સીમિત ન હોય તેમ કલોલ ના વિવિધ વિસ્તારોમાં પણ રોડ પર પડેલ ખાડા વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા આ ખાડા ને પુરવા માટે કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી.

કલોલ ના વિવિધ વિસ્તારોમાં આ જ પ્રકારે ખાડા જોવા મળતા હોય છે. કલોલ ના શારદા સર્કલ થી રાજેશ હોસ્પિટલ તરફ જવાના માર્ગે મોટા મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે, તેમ છતાં પણ તેનું પુરાણ કરવામાં આવી રહ્યું નથી. રોડની ગુણવત્તા યોગ્ય ન હોવાથી આ પ્રકારના ખાડા પડતા હોય તેવું અનુમાન કલોલ ની સ્થાનિક પ્રજા લગાવી રહી છે.

 

 

 

 

કલોલ સમાચાર