કલોલ રેફરલ સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય એ ઓચિંતી મુલાકાત લેતા સ્ટાફ દોડતો થયો

કલોલ રેફરલ સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય એ ઓચિંતી મુલાકાત લેતા સ્ટાફ દોડતો થયો

Share On

પુરુષ વોર્ડ ખાલી હોવા છતાં, પુરુષ દર્દીઓને સ્ત્રી વોર્ડ માં દાખલ કરવામાં આવ્યા……

વિદેશમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ માં આવેલ સીએચસી સેન્ટર માં કોવિડ દર્દીઓ માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરાઇ છે, તેની રિયાલિટી તપાસવા કલોલ ના ધારાસભ્ય બકાજી ઠાકોરે ઓચિંતી વિઝીટ કરી હતી. આ ઓચિંતી વિઝીટ માં સિવિલ સ્ટાફ દોડતો થઈ ગયો હતો. સિવિલ ની અંદર ઠેર ઠેર ગંદકી જોવા મળતા ધારાસભ્ય એ સિવિલ સ્ટાફ નો ઉધડો લીધો હતો. સિવિલના દરેક વોર્ડ ની મુલાકાત લીધા બાદ દર્દીઓ સાથે પણ સિવિલના સ્ટાફની વર્તણૂક અંગે માહિતી લીધી હતી.

કલોલમાં આવેલી રેફરલ સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ રીતે વિવાદોમાં સપડાતી રહેતી હોય છે, જેની અવારનવાર ફરિયાદ મળતા આજરોજ ધારાસભ્ય બકાજી ઠાકોરે કલોલ સિવિલ હોસ્પિટલ ની ઓચિંતી મુલાકાત લઈ પરિસ્થિતિની તાકીદ મેળવી હતી. જેમાં સિવિલ ખાતે સંપૂર્ણ લાલિયા વાડીના દ્રશ્યો જોવા મળ્યા હતા. દર્દીઓ સાથે ગેરવરતન કરવામાં નંબર વન આવતી કલોલ સિવિલ અનેક પ્રકાર ના મુદ્દાઓમાં ઘેરાયેલી રહેતી હોય છે.

જેમાં કોવિડ ના દર્દીઓ માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, તેની ચકાસણી કરવા ધારાસભ્ય બકાજી ઠાકોરે કલોલ સીએચસી સેન્ટર ખાતે ઓચિંતી મુલાકાત લીધી હતી. જ્યાં સિવિલ સ્ટાફને સખ્તાઈથી અને નિષ્ઠાપૂર્વક પોતાનું કાર્ય કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ બંધ અવસ્થામાં રહેલ એક્સ રે મશીન અને ઓક્સિજન પ્લાન્ટને ત્વરિત ધોરણે ચાલુ કરાવવા માટે આદેશ આપ્યો હતો.

સિવિલના અંદરના દ્રશ્યો ની વાત કરવામાં આવે તો મોટાભાગના વોર્ડ ખાલી અવસ્થામાં જોવા મળ્યા હતા. તેમજ ગંદકીના દ્રશ્યો પણ જોવા મળતા કલોલ ધારાસભ્ય બકાજી ઠાકોર દ્વારા સિવિલ સ્ટાફનો ઉધડો લેવામાં આવ્યો હતો. કલોલ ધારાસભ્યની આ ઓચિંતી મુલાકાત ને સ્થાનિક પ્રજા દ્વારા બિરદાવવામાં આવી હતી. તેમજ દર્દીઓમાં પણ કલોલ ના કર્મનિષ્ઠ ધારાસભ્ય ના કાર્યશીલ સ્વભાવને જોઇ હર્ષની લાગણી પ્રસરી હતી.

ધારાસભ્ય દ્વારા એ વાતની પણ ટકોર કરવામાં આવી હતી, કે આ પ્રકારની ઓચિંતી મુલાકાત આગળના સમયમાં પણ ગમે ત્યારે લેવામાં આવશે. સિવિલની અંદર આવેલ પુરુષ વોર્ડ સંપૂર્ણ ખાલી હોવા છતાં, પુરુષ દર્દીઓને સ્ત્રી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે જોતા ધારાસભ્ય બકાજી ઠાકોરે સિવિલના સ્ટાફ નો ઉધડો લઈ લીધો હતો. ધારાસભ્યની આ પ્રકારની ઓચિંતી મુલાકાત ને કલોલ ની સ્થાનિક પ્રજાએ બિરદાવી હતી.

કલોલ સમાચાર