ધારાસભ્ય દ્વારા ગ્રાહકોને પડતી તકલીફોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું……
કલોલ ગ્રામ્ય વિસ્તારમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા આજરોજ જે ગ્રાહકો એ વીજ બીલ ભરેલ નથી. તેવા ગ્રાહકોના ઘરના વીજ જોડાણ કાપવા માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાત ઈલેક્ટ્રીસિટી બોર્ડ દ્વારા ગ્રાહકોને અગાઉથી કોઈ પણ પ્રકારની વીજ જોડાણ કાપવાની નોટિસ આપવામાં આવી ન હતી. તેમજ તેમના ઘરના વીજ જોડાણ પણ વીજ કંપની દ્વારા કાપી નાખવામાં આવ્યા હતા.જેથી ગ્રાહકો દ્વારા આ મુદ્દે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર (ઉર્ફે, બકાજી) ને રજૂઆત કરવામાં આવી હતી.
આ યુજીવીસીએલ ના અધિકારીઓ દ્વારા વગર નોટીસે કલોલ ના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી જઈને વીંજ બિલ ભરવામાં આવેલ ન હોય તેવા ઘરનું વીજ જોડાણ કાપવામાં આવ્યું હતું. તેમજ વધુ માં ગ્રાહકોને વીજ જોડાણ ફરીથી શરૂ કરાવવું હોય તો કોમર્શિયલ વિસ્તારમાં રહેતા ગ્રાહકો પાસેથી ૨૩૬ રૂપિયા તેમજ રેસિડન્સ વિસ્તારમાં રહેતા ગ્રાહકો પાસેથી ૧૧૮ રૂપિયા વધારાના ચાર્જ તરીકે પુન:વીજ જોડાણ શરૂ કરવા માટે ચૂકવવા પડતા હોય છે. આ સમગ્ર તકલીફો વિશે ગ્રાહકો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી.
વધુ માં જો વીજ જોડાણ શનિવારના રોજ કંપની દ્વારા કાપવામાં આવે તો આગળ રજા નો દિવસ આવતા ગ્રાહકોને વધુ હાલાકી નો સામનો કરવો પડે તેમ છે. જેથી ગ્રાહકો દ્વારા આજરોજ આ મુદ્દે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પૂજાજી ઠાકોર (બકાજી) ને રજૂઆત કરવામાં આવી હતી.
ગ્રાહકોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ ધારાસભ્ય બકાજી ઠાકોર દ્વારા કલોલ યુજીવીસીએલ કંપની ની મુલાકાત લેવા માં આવી હતી. તેમજ ગ્રાહકોને પડતી તકલીફોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આગળના સમયમાં વીજ જોડાણ કાપતા પહેલા નોટિસ આપીને ગ્રાહકોનું ધ્યાન દોરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.