પગાર વધારા તેમજ જુના પ્રશ્નોના નિકાલ માટે કલોલ નગરપાલિકાના કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા હતા. પાલિકાના કર્મચારીઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગણીઓ સંતોષવા અવાજ ઉઠાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કલોલ નગરપાલિકાના કર્મચારીઓ જોડાયા હતા.
આ યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં રાજ્યના તમામ નગરપાલિકાઓના કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરો,70 ટકા થી વધારે રોજમદારોને ખાલી પડેલ જગ્યા પર સમાવવામાં આવે,રોજમદારોના જૂદીજુદી કોર્ટમાં ચાલતા કેસોનો એક સાથે નિકાલ થાય તેમાટે ચોક્કસ નીતિ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરો, તમારી સમસ્યાઓ અમને ફેસબુક પેજ પર ફોટા સાથે લખીને મોકલો