કલોલમાં વેપારીના 52 હજાર રૂપિયા ભરેલું પાકીટ ચોરી ગઠિયો નાસી છૂટ્યો 

કલોલમાં વેપારીના 52 હજાર રૂપિયા ભરેલું પાકીટ ચોરી ગઠિયો નાસી છૂટ્યો 

Share On

કલોલમાં વેપારીના 52 હજાર રૂપિયા ભરેલું પાકીટ ચોરી ગઠિયો નાસી છૂટ્યો

કલોલમાં ચોરો બેફામ બન્યા છે. અવાર નવાર ચોરીના બનાવો બની રહ્યા છે. ગાંધીનગરના સરગાસણથી એક વેપારી કલોલ માલ આપવા આવ્યા હતા ત્યારે તેમની ઇકો ગાડીમાંથી 52 હજાર રૂપિયા ભરેલું પાકીટ ચોરી ફરાર થઇ ગયો હતો.
ઘટનાની વિગત અનુસાર સરગાસણ ગામમાં રહેતા કનુભાઈ લક્ષ્મણભાઈ પોતાની ગાડી ભરી ઇલેક્ટ્રિકનો સામાન લઈને કલોલમાં આવ્યા હતા.  તેઓ માલ આપી રહ્યા હતા ત્યારે ડ્રાઇવર સીટની બાજુમાં પાકીટ મુક્યું હતું અને ડ્રાયવર સાઈડનો દરવાજો ખુલ્લો હતો. આ પાકીટમાં 45,500 રોકડા અને 7500 થાઈલેન્ડ કરન્સી હતી. આ ઉપરાંત કોરા ચેક અને આરસી બુક સહીત પાકીટમાં હતું. આ પાકીટ કોઈ ગઠિયો ચોરી ગયો હતો. ચોરીની ઘટનાને પગલે તેમણે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કલોલ સમાચાર